રાજકોટમાં વરસાદી વાતાવરણમાં વકરતો રોગચાળો:ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયા

0
1615

રાજકોટમાં વરસાદી વાતાવરણમાં વકરતો રોગચાળો:ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયા

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદે ધામા નાખ્યા છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે. આ વાતાવરણમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે જેમાં સપ્તાહમાં ડેંગ્યુ તાવના ચાર દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર સાવચેત બન્યું છે. હજુ રોગચાળાની સાયકલ મુજબ મચ્છરજન્ય રોગ વધશે તેવી ભીતિ પણ ઉભી થઇ છે.મનપાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ તા.4-7 થી 10-7ના અઠવાડિયામાં ડેંગ્યુના ચાર કેસ આવ્યા છે. જે છેલ્લા લાંબા સમયમાં એક સપ્તાહના સૌથી વધુ કેસ છે.

આ સાથે વર્ષમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 18 થયો છે. તો સાથે ચીકનગુનીયાના બે (કુલ 9) અને મેલેરીયાના પણ એક (કુલ 9) દર્દીની નોંધ ચોપડા પર ચડી છે. ચોમાસુ ઋતુમાં વરસાદી પાણીના ભરાવા, સાફ સફાઇના અભાવ અને બેદરકારીથી પણ મચ્છરોના બ્રિડીંગ વધે છે. ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરના ઉપદ્રવના કારણે આ રોગચાળો વધવા લાગ્યો છે. આ ઉપરાંત ડબલ ઋતુમાં સિઝનલ રોગચાળાના કેસ પણ વધ્યા છે. અઠવાડિયામાં શરદી, ઉધરસના 313, સામાન્ય તાવના 68 અને ઝાડા-ઉલ્ટીના 9ર મળી વાયરલના પણ 473 દર્દી આરોગ્ય વિભાગના ચોપડા પર ચડયા છે.