પાકિસ્તાન ના ક્રિકેટર બાબર આઝમની અંગત ચેટ અને વિડીયો વાયરલ

0
1146

લાહોર,તા.17
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ મુશ્કેલી ની ઘડી માં ફસાયા છે. તેમની પોતાની અંગત વાતો સોશ્યિલ મીડિયામાં વાતો અને વીડિયો વાયરલ થયા છે. 28 વર્ષીય બાબર પર તેના એક સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે વાંધાજનક ચેટ કરવાનો આરોપ છે. જોકે, આ આરોપો પર બાબર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારતીય સમાચાર એજન્સી IANSએ લખ્યું- પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે કારણ કે તેના કથિત ખાનગી વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ન્યૂઝ એજન્સી સિવાય કેટલાક ભારતીય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સંબંધિત છે. ઈશાએ એક પછી એક 7 પોસ્ટ કરી.

લીક થયેલી ઓડિયો ક્લિપ સૂચવે છે કે આઝમે કથિત રીતે મહિલાને કહ્યું હતું કે જો તેણી તેની સાથે સેક્સ ચેટ કરવાનું ચાલુ રાખશે તો તેનો બોયફ્રેન્ડ ટીમમાં સ્થાન મેળવશે. જો કે, ક્રિકેટરના ચાહકોએ લીક થયેલી ચેટને તેની છબીને કલંકિત કરવાનો પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.