જાંબુ ખાતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો !

0
1210

જાંબુ શરીર માટે ફાયદો કરાવે છે તેવું વારંવાર સાંભળવા મળ્યું છે.જાંબુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તે આયર્ન, પોટેશિયમ, વિટામિન-સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે પેટના દુખાવા, ડાયાબિટિસ, સાંધાના દુખાવા, ઉપરાંત અનેક અન્ય પાચન સમસ્યાઓમાં મદદરૂપ છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે જાંબુ ખાવામાં કેટલાક બાબતો આપણે અવગણીએ છીએ જેના કારણે બીમાર પડવાનો વારો આવે છે. જાંબુ ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે ખાસ જાણો. જેથી કરીને તેના ફક્ત સ્વાસ્થ્ય ફાયદા જ આપણને મળે.
જાંબુમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જાંબુમાં ડાયેટરી ફાઈબર્સ હોય છે, જેના કારણે તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને પહેલાથી જ પાચન સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમારે જામુનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી ગેસ, પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આપણા શરીર પર આહારની અસર સૌથી ઝડપી થાય છે. હા, જો તમે જાંબુનું વધુ સેવન કરો છો તો તમને હાઈપોગ્લાયસીમિયાની સમસ્યા થઈ શકે છે.
જો તમે જાંબુ ખાધા બાદ હળદરનું સેવન કરવા માંગતા હોવ તો ઓછામાં ઓછું ૩૦ મિનિટ રાહ જુઓ. હળદર અને જાંબુ એકસાથે સેવન કરવાથી શરીરમાં રિએક્શન થઈ શકે છે. જેથી કરીને તમે લાંબા સમય સુધી અસહજ મહેસૂસ કરી શકો છો. આ સાથે જ પેટ સંલગ્ન કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે.
જાંબુ ખાધા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી પરેશાનીઓને આમંત્રણ આપવા જેવું બને છે. ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. જાંબુ ખાધા બાદ 30થી 40 મિનિટ બાદ જ પાણીનું સેવન કરવાની સલાહ અપાય છે.