ઓપનર જેસન રોયે મેચ દરમિયાન આક્રમકતા અપનાવતા IPL દ્વારા કરવામાં દંડનીય કાર્યવાહી

0
965

IPL ૨૦૨૩માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. કોલકાતાએ સિઝનમાં બીજી વાર બેંગ્લોર સામે જીત મેળવી હતી. બેંગ્લોર સામે કોલકાતાએ ૨૧ રનથી જીત મેળવી હતી. ટોસ હારીને કોલાતાનાએ પ્રથમ બેટિંગ કરતા ૨૦૦ રન બેંગ્લોર સામે ખડક્યા હતા. ઓપનર જેસન રોયે શરુઆતથી જ આક્રમકતા અપનાવતા ૨૯ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. પરંતુ તેણે તોફાની ઈનીંગ રમવા દરમિયાન વિકેટ ગુમાવી દેતા બેટ હવામાં ઉછાળી ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રોયની બેટિંગ સૌને પસંદ આવી હતી, પરંતુ તેની આ ગુસ્સા વાળી હરકત આઈપીએલને પસંદ આવી નહોતી.
રોયે પોતાની વિકેટ ગુમાવ્યા બાદ કરેલી હરકતને લઈ તેની પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. કોલકાતાની બેટિંગ ઈનીંગની ૧૦મી ઓવર લઈને વિજયકુમાર વિષક આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર વિજયકુમાર વિષકે ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
આ પહેલા રોયે શાહબાઝ અહેમદની ઓવરમાં સળંગ ૩ છગ્ગા મળીને કુલ ૪ છગ્ગા જમાવ્યા હતા. તેની આ છગ્ગાવાળી રમતે ચિન્નાસ્વામી સ્ટેડિયમનો માહોલ બદલી દીધો હતો. જોકે તે જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો, ત્યાં જ વિજયકુમારે બોલ્ડ કરી દેતા તેને આ રીતે આઉટ થવુ પસંદ આવ્યુ નહોતુ. તે પેવેલિયન તરફ પરત ફરવા દરમિયાન ગુસ્સામાં હતો. પરંતુ તેની ગુસ્સા વાળી હરકતે આઈપીએલના કોડ ઓફ કંડક્ટનો ભંગ કર્યો હતો.
જેસન રોયે હવામાં બેટ ઉછાળીને ગુસ્સો દર્શાવ્યો હતો. તેના આ વ્યવહારને લઈ ટીકા પણ થઈ હતી. રોયને આઈપીએલના નિયમ તોડવાને લઈ દોષીત માનવામાં આવ્યો હતો. આઈપીએલ આચાર સંહિતતા ના ૨.૨ ના લેવલનો અપરાધ સ્વિકાર કરી લીધો હતો. જેને લઈ રોય પર ૧૦ ટકા મેચ ફીનો દંડ લગાવવામાં આવ્યો હતો. આમ વિકેટ ગુમાવ્યા બાદ પોતાના અયોગ્ય વ્યયવહારને લઈ તેને આ સજા મળી હતી.