અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીના તહેવાર પર રાજ્યમાં જાહેર રજા રખાશે

0
1723

લગભગ બે લાખ દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં રહે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ધામધૂમથી દીપાવલી પર્વની ઉજવણી કરે છે. સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કરીને દિવાળીની રજા વિશે માહિતી આપી હતી.
દિવાળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેની સાથે તે વિશ્વના અન્ય દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. બીજી તરફ લોકોના ઉત્સાહને જોતા અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીના તહેવાર પર રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કરીને દિવાળીની રજા વિશે માહિતી આપી હતી.

સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કર્યું કે દિવાળીની રજા માટેનું બિલ સેનેટ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. તેણે આગળ લખ્યું કે દિવાળીની ઉજવણી કરનારા પેન્સિલવેનિયાના લોકો વતી આભાર.