ઈસુદાન ગઢવીના વિવાદીત ટ્વીટને PIBએ ખુલાસો કરી ભ્રામક ગણાવ્યું

0
995

આપના નેતા ઇસુદાન ગઢવીની મુશ્કેલીઓ વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના ખર્ચ અંગે ઈસુદાન ગઢવીએ વિવાદીત ટ્વીટ કર્યું હતું. જે અંગે PIBએ ખુલાસો કરી ઈસુદાનના ટ્વીટને ભ્રામક ગણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલા અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પીઆઈબીના જણાવ્યા પ્રમાણે, ઇસુદાન ગઢવીએ નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોર્યા છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં ૮ કરોડ ૩ લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલા આ ટ્વિટને ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે.