PM મોદી સાસણમાંવન્ય જીવ દિવસ નિમિત્તે ઉચ્ચસ્તરીય બેઠક

સિંહ સંવર્ધનને લઈ વડાપ્રધાને જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન ટાસ્ક ફોર્સ ડિવિઝનની પણ કરી હતી સ્થાપના

રાજકોટ, તા. 2
આજે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન મોદી સાસણની મુલાકાતે આવવાના છે ત્યારે આ વખતે જે થીમ રાખવામાં આવી છે તે થીમ થકી વિશ્વ વન્ય જીવ દિવસ ને વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાવવા માટેના દરેક સંભવત પ્રયત્નો કરવામાં આવશે. હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે.
ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે.
વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સની ભરતી કરવામાં આવી હતી, જેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે. ગીરના સ્થાનિક લોકોના નાના-નાના પ્રશ્નોના નિરાકરણ માટે ‘ગીર સંવાદ સેતુ’ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, અને અત્યાર સુધીમાં આવા 300 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડીંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ્ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી.ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા.
તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.
એશિયાટિક સાવજોના સરક્ષણ માટે અનેકવિધ યોજનાઓની અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી છે કારણ કે 2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.
ગીર વિસ્તાર માટે સૌપ્રથમ વખત વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવામાં આવી. આજે, ગીરમાં લગભગ 111 મહિલાકર્મીઓ સક્રિય રીતે કાર્યરત છે.
ગીર વિસ્તાર અને ગીરના સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG), જૂનાગઢ રેન્જની અધ્યક્ષતામાં માસિક સમીક્ષા બેઠક આયોજિત કરવાની શરૂૂઆત કરવામાં આવી.વર્ષ 2007માં, ગુજરાત રાજ્ય સિંહ સંરક્ષણ સોસાયટી (GSLCS) ની સ્થાપના કરવામાં આવી હતી, જે જાહેર ભાગીદારી દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણને ટેકો આપે છે. તે પશુચિકિત્સા અધિકારીઓ, પશુપાલકો, ટ્રેકર્સ અને સિંહ સંરક્ષણ માટે જરૂૂરી અન્ય લોકોને ભંડોળ પૂરું પાડે છે. ગીર ઇકો-ટુરિઝમમાંથી થતી આવક GSLCS ને આપવામાં આવે છે, જે વન્યજીવન સંરક્ષણ અને વન વિભાગની માળખાગત સુવિધાઓ માટે ભંડોળનો ઉપયોગ કરે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:42 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech