માલધારીઓએ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું:જુવો ફરજિયાત માલધારીઓએ કરવી પડશે આ પ્રક્રિયા

0
264

માલધારીઓએ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું:જુવો ફરજિયાત માલધારીઓએ કરવી પડશે આ પ્રક્રિયા

રાજકોટ પોલીસ કમિશ્નરે રખડતા ઢોરને લઈને  જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટ શહેરમાં માલધારીઓએ પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ઢોરનું મોત થાય તો પણ RMCને જાણ કરવાની રહેશે. 12 તારીખથી જાહેરનામું લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. રાજકોટ શહેરમાં વસવાટ કરતાં તમામ ઢોરના માલિક, ગૌપાલકોએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસની અંદર પોતાની માલિકીના તમામ ઢોરને રાજકોટ મહાપાલિકા દ્વારા લગાડવામાં આવનાર ટેગ તેમજ ચીપ લગાવડાવી તેના પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરજિયાતપણે કરાવી લેવાનું રહેશે અને ઢોર માલિકો પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાયના ઢોર હોય તો તેને તાત્કાલિક મહાપાલિકાની એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી આપવાના રહેશે. જો ટેગ તેમજ ચીપ લગાવી હોય તેવા ઢોરની માલિકી બદલાય એટલે કે આવા રજિસ્ટ્રેશન કરાવેલા ઢોરના માલિકો દ્વારા જો વેચાણ, ગીરો, બક્ષીસ અથવા વારસાઈ રૂપે માલિકી હક્ક બદલાય તો તેની જાણ જે તે ઢોરના માલિકે મહાપાલિકાને કરવાની રહેશે.આ નિયમનું પાલન નહીં કરનારા ઢોલ માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.