અમદાવાદના મિરઝાપુરમાં પોલીસ પર પથ્થરમારો : બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત

0
412

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી છે. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા.

જેને પગલે પોલીસે મિરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મિરઝાપુરથી શાહપુર રંગીલા ચોકી, શાહપુર સ્કૂલ, ટોરેન્ટ પાવર, ગ્રામ્ય કોર્ટથી મિરઝાપુર સુધી ડીસીપીએ 100 પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે લાલ દરવાજા પાસે એએમટીએસ બસના કાચ તોડ્યા હતા. અમદાવાદના લાલદરવાજા, ઢાલગરવાડ, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણ બંધ  રાખવામાં આવ્યા.