લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ના અભિનેતા દીપેશ ભાનનું નિધન:પરિવાર અને સિરિયલની સમગ્ર ટીમ આઘાતમાં

0
1406

લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ના અભિનેતા દીપેશ ભાનનું નિધન:પરિવાર અને સિરિયલની સમગ્ર ટીમ આઘાતમાં

લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’નો અભિનેતા દીપેશ ભાનનું આજે સવારે નિધન થયું હતું. દિપેશના સહ અભિનેતા રોહિતાશ ગૌરના જણાવ્યા પ્રમાઊ ફિટનેસ ફિકટ હતો અને જિમ બાદ મેચ રમવા માટે ગ્રાઉન્ડમાં ગયો હતો જયાં તે અચાનક ઢળી પડતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

દિપેશ ‘ભાભીજી ઘર પર હૈ’ ટીવી શોમાં મલખાનસિંહનું પાત્ર ભજવતો હતો અને તેની કોમેડી માટે જાણીતો હતો. દિનેશ ભાનના મૃત્યુનું કોઈ ચોકકસ કારણ હજુ બહાર નથી આવ્યું. દિપેશના લગ્નને ત્રણ વર્ષ પૂરા થયા છે ગયા વર્ષે જાન્યુઆરીમાં તે પુત્રનો પિતા બન્યો હતો. દિપેશનું માત્ર 41 વર્ષની વયે નિધન થયું છે. દિપેશના નિધનના સમાચાર જાણીને ‘ભાભીજી ઘર પર હૈ’ની પૂરી ટીમ દીપેશના પરિવારને સાંત્વના આપવા પહોંચી હતી.

દીપેશની કો-એકટર ચારુલ મલિક કહે છે કે મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તેનું મૃત્યુ થયું છે. હજુ ગઈકાલે તેને મળી હતી અને તે ઠીક હતો. અમે એક સારો વ્યકિત અને અભિનેતા ગુમાવ્યો છે. ‘ભાભીજી ઘર પર હૈ’ના પ્રોડયુસર સંજય અને બિનાફર કોહલીએ કહ્યું હતું કે અમારા પ્રિય દીપેશ ભાનના આકસ્મિક નિધનથી અમે ખૂબ દુ:ખી અને આઘાતમાં છીએ. દીપેશે ‘ભાભીજી ઘર પર હૈ’ ઉપરાંત ‘એફઆઈઆર’ શ્રેણીમાં પણ કામ કર્યું હતું.