પાકિસ્તાનના અનેક શહેરોમાં વીજળી ગુલ

0
417

પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી કે હવે તેના પર એક નવી મુશ્કેલી આવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના મોટા શહેરોમાં ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે.

પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. જેના કારણે દેશભરમાં વીજતંત્ર પ્રભાવિત થતા વીજ ખોરવાઈ ગઈ છે. સમારકામની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓએ પણ કહ્યું છે કે કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી નથી.

K-electricના પ્રવક્તા ઇમરાન રાણાએ તેમના ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પાવર આઉટ થયાના અનેક અહેવાલો આવ્યા છે.