સૌરાષ્ટ્રનું ગૌરવ: ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી

0
1503

સૌરાષ્ટ્રનું ગૌરવ: ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી

સૌરાષ્ટ્રના સુકાની અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની પસંદગી ભારતીય ક્રિકેટ ટીમમાં કરવામાં આવી છે. આગામી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જયદેવ ઉનડકટ ને પસંદ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા જયદેવ ઉનડકટ પોતાનો પ્રથમ ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા સામે સાઉથ આફ્રિકા ની ધરતી ઉપર રમ્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ ટેસ્ટ શ્રેણીમાં પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા.જોકે તેઓ ઘણા સમયથી iplમાં શ્રેષ્ઠ બોલર સાબિત થયો છે. ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટમાં જયદેવ ઉનડકટ ગત સીઝનમાં પણ રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ટી ટ્વેન્ટી, વન-ડે ક્રિકેટ તેમજ ચાર દિવસીય ક્રિકેટમાં તેમણે ઘરેલુ ક્રિકેટ સિઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમના સાતત્યપૂર્ણ દેખાવને લઈને હવે તેમને ફરી એક વખત ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશની ધરતી પર રમાનારી ટેસ્ટ શ્રેણીમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ થયા છે. આમ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ ક્રિકેટરો ચેતેશ્વર પુજારા અને જયદેવ અનડકટ હાલ ભારતીય ટીમમાં સામેલ થયા છે.
ટેસ્ટ ટીમમાં તેમની પસંદગી થતા સૌરાષ્ટ્ર એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ તેમજ પૂર્વ બીસીસીઆઈ સેક્રેટરી નિરંજન શાહે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.