સરકારી કચેરીમાં અનઅધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

0
305

સરકારી કચેરીમાં અનઅધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રવર્તમાન સમયને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પોતાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર સુધી તા. ૧ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી સરકારી ઇમારતો જેવીકે, મહાનગરપાલિકાની કચેરી, કલેક્ટર કચેરી, પોલીસ કચેરીઓ, સિવિલ હોસ્પિટલ, આર.ટી. ઓ. કચેરી જેવી તમામ સરકારી કચેરીઓ ખાતે જ્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોય તેવી કચેરીઓમાં બિનઅધિકૃત ઈસમો કે ઇસમોની ટોળી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય તેઓ પર પ્રતિબંધાત્મક આદેશ કરેલો છે. અધિકૃત કરેલ કિસ્સામાં આ હુકમ લાગુ પડશે નહિ. અન્યથા હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.