સુરતમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ ;વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
332

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થયો હતો. ડાયમંડનગરી સુરતમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદ સુરતીઓએ બફારો અનુભવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાંની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટઅને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.