હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજયના આ વિસ્તારોમાં વરસાદ

0
351

હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી પાંચ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં વરસાદની શરૂઆત થઈ છે. ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક શ્રાવણના સરવરિયાએ ફરીથી ધરતી ભીંજવવાની શરૂઆત કરી છે. આજે રાજ્યમાં અમરેલી, બોટાદ, સુરત, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

ત્યારે આ આગાહી વચ્ચે અમરેલીમાં બે દિવસથી શ્રાવણના સરવરિયાં વરસી રહ્યાં છે આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારીમાં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા, વડિયા, કુંકાવાવ પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા,છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.