સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ ; બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ

0
522

ગુજરાતમાં હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમા રેડ અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. આગાહી અનુસાર સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સુરતના જહાંગીરાબાદના વીર સાવરકર આવાસમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. તો હાઉસિંગ બોર્ડના આવાસમાં અનેક વાહન પાણીમાં ગરકાવ થઇ ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી આવાસમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. મુખ્ય ગેટ પર પાણી ભરાવાને લઇ સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે.