રાજકીય નહીં, માનવતાવાદી અપિલ : રાજકોટને ઘણુ આપનાર મહાપુરુષ પત્યે સંવેદનાની ભાવનાની અપેક્ષા

રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિરૂપે અડધો દિવસ સ્વેચ્છિક બંધ રાખવાની સૌ રાજકોટીઓને અપીલ કરતા કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત

રાજકોટના ગૌરવ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય મહાપુરુષના પ્રતીક શ્રી વિજયભાઈ રૂપાણીના દુખદ અવસાનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન છે.અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તેમના નિધનના સમાચાર રાજકોટની જનતાને ગમગીન કરી દીધા છે.

વિજયભાઈને “રાજકોટના પનોતા પુત્ર” તરીકે ખ્યાતિ મળી હતી. તેમના મુખ્યમત્રીપદના ટૂંકા સમયગાળામાં જ રાજકોટને એઈમ્સ(AIIMS), આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સ્માર્ટ સિટી,મહત્ત્વના બ્રિજો સહિત અનેક મોટા પ્રોજેક્ટોની ભેટ આપી હતી.જે વિકાસ રાજકોટનો ૨૦ વર્ષમા થઈ ના શક્યો હોત તે માત્ર વિજયભાઈના કાર્યકાળમાં શહેરને મળ્યો. માત્ર ચાર વર્ષમાં, રાજકોટને એક “સાધારણ શહેર”માંથી રાજ્યના અગ્રણી મેગા સિટીઓની હરોળમાં મૂકી દીધું.વિકાસ માટેનો તેમનો દ્રષ્ટિકોણ પક્ષની સિમાઓથી પણ ઊંચો હતો અને લોકોના હિતમાં નિર્ણય લેવામાં તેઓ હંમેશા આગળ રહ્યા.તેમનો સરળ, નિર્વાદિત અને હંમેશાં સ્મિતમુખી ચહેરો આજે હજારો દિલોને યાદ આવી રહ્યો છે.

વિજયભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટ માટે રૂ. 6000 કરોડથી વધુના મોટા વિકાસકામો મંજૂર કર્યા, જેમાં એઈમ્સ, અંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અને પાંચ-પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી અંતર્ગત રૂ. 2600 કરોડનો ગ્રાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ બમણું કર્યું અને શહેરી વિસ્તારને પણ વિસ્તૃત કરીને કોર્પોરેશનનું કદ અને દિગ્દર્શન બંને વધાર્યા.આ તમામ વિકાસકાર્યો માત્ર વિજયભાઈની દૃઢ ઇચ્છાશક્તિથી શક્ય બન્યા હતા જે રાજકોટવાસીઓ કદાપિ ભૂલી નહીં શકે.

વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ માત્ર ભાજપના નેતા નહોતા – તેઓ શહેરના દરેક નાગરિકના આશાનુ કિરણ અને ભરોસાના ચહેરા હતા. વિરોધ પક્ષો સહિત દરેકને શાંતિથી સાંભળતા અને જનહિતના મુદ્દે કદી પક્ષપાત કરતા જ નોહતા. વિકાસના કાર્યોમા, નાગરિક સુવિધાઓમાં અને નીતિગત નિર્ણયોમાં તેઓએ પક્ષપાતનાં હરંમેશ માટે દરવાજા બંધ રાખ્યા હતા.તેમનો નિર્વિવાદિત,સરળ અને લોકપ્રિય ચહેરો આજે સમગ્ર રાજકોટ શહેરે ગુમાવ્યો છે.

આ દુઃખદની ઘડીએ કોઇ રાજકીય દૃષ્ટિકોણથી નહિ પણ એક સંવેદનશીલ રાજકોટના નાગરિક તરીકે વિજયભાઈ રૂપાણીની અંતિમ વિદાયના દિવસે સમગ્ર રાજકોટ શહેરના વેપારી વર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ,વ્યવસાયિક ધંધાઓના યુવા અને નાગરિકોને વિનમ્ર અપીલ કરીએ છીએ કે રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ માટે આપણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વેચ્છિક રીતે અડધો દિવસ બંધ રાખી તેમનું સ્મરણ કરીએ એ જ સાર્થક શ્રદ્ધાંજલિ હશે.

આ બંધ કોઈ રાજકીય નહીં પણ એક પનોતાપુત્ રસમાન નેતા માટે રાજકીય શિષ્ટાચારથી ઉંચે જઇને માનવમૂલ્યો અને શ્રદ્ધાંજલિનું ભાવદાન છે.આપ સૌ રાજકોટવાસીઓ આ અપીલ સમજી માનવતાના આ પળે એકતા અને સંવેદનાની ભાવના સાથે જોડાવશો તેવી અપેક્ષા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:28 am, Dec 15, 2025
temperature icon 23°C
clear sky
28 %
1015 mb
8 mph
Wind Gust: 11 mph
Clouds: 0%
Visibility: 10 km
Sunrise: 7:18 am
Sunset: 6:05 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© 2025 RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech