મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૩/૦૬/ર૦ર૩ ના રોજ વોર્ડ નં.૧ માં આવેલ ટી.પી. સ્કીમ નં.૨૨-રૈયા (અંતિમ) તથા વો. નં ૧૧ માં ૭-નાનામવા(અંતિમ), ૨૭ મવડી (અંતિમ) માં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ૧૪૯૭૦.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૨૬.૭૧ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત ખુલ્લી કરવામાં આવેલ જમીનનું ક્ષેત્રફળ
(ચો.મી.) ભાવ પ્રતિ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત
૧ ૧ ટી.પી. સ્કીમ નં.૨૨(રૈયા), અંતિમ ખંડ નં.૨૪/એ (વાણીજ્ય વેચાણ) સવન સીગ્નેટની પાછળ, રૈયા રોડ, રાજકોટ ૧ મકાન કમ્પાઉંડ વોલ સાથે તથા ખુલ્લી કમ્પાઉન્ડ ૧૭૯૮.૦૦ ૬૦,૦૦૦/- ૧૦.૮૦
૨ ૧ ટી.પી. સ્કીમ નં.૨૨(રૈયા), અંતિમ ખંડ નં.૨૫/એ(વાણીજ્ય વેચાણ) સવન સીગ્નેટની પાછળ, રૈયા રોડ, રાજકોટ ગેરેજ સહીત નું બાંધકામ તથા મારબલ નો ડેલો ૨૯૨૦.૦૦ ૬૦.૦૦૦/- ૧૭.૫૦
૩ ૧૧ ટી.પી. સ્કીમ નં.૭- નાનામવા , અંતિમ ખંડ નં.૨૨/એ (વાણીજ્ય વેંચાણ) ગોવિંદ રત્ન બંગ્લોઝ ની પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ,રાજકોટ ૧૨ ઝૂપડા ૬૧૪૩.૧૯ ૧૦૦૦૦૦/- ૬૧.૪૩
૫ ૧૧ ટી.પી. સ્કીમ નં.૨૭(મવડી),
અંતિમ ખંડ નં.૩૪/એ(ગાર્ડન) રામધણ ચોક પાસે, સાવન બંગલોઝ ની બાજુમાં મવડી,રાજકોટ ૧-મકાન ૪૧૦૯.૦૦ ૯૦૦૦૦/- ૩૬.૯૮
કુલ ૧૪૯૭૦.૦૦ ૧૨૬.૭૧ કરોડ
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારીશ્રી આસી. ટાઉન પ્લાનર ઈ. ચા. શ્રી અશ્ચિન પટેલ, શ્રી અજય એમ. વેગડ, શ્રી એમ. આર. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ તેમજ રોશની શાખા તથા બાંધકામ શાખાનો સ્ટાફ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર હતી.