રાજકોટ જીલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

0
277

રાજકોટ જીલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

 

રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ બેઠકમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટ્રીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડીન્ગ અરજીની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટરે સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જાહેરનામાની અમલવારી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી.આર.પી.સી. એક્ટ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર, ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીના, ડેપ્યુટી કલેકટર એન. એફ  ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કે. વી. બાટી, સંદિપ વર્મા, તેમજ  પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.