ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એ-૧ કેટેગરીમાં રાજકોટ જિલ્લો પ્રથમ ;મોરબી જિલ્લાનું સર્વશ્રેષ્ઠ પરિણામ

0
237

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજયનાં ૩૪ જિલ્લા અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોરબી જિલ્લો ૭૫.૪૩ ટકા સાથે બીજા સ્થાને રહ્યો હતો. એ જ રીતે ૯૦ ટકાથી વધુ પરિણામ મેળવનારા એ-૧ કેટેગરીમાં રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર – કચ્છમાં પ્રથમ અને રાજયમાં બીજાક્રમે રહ્યો હતો. જિલ્લામાં ૮૪૩ વિદ્યાર્થીઓ એ-૧ કેટેગરીમાં ઉતીર્ણ થયા હતાં. રાજયમાં સુરત જિલ્લાએ આ બન્ને કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદા જુદી પરીક્ષા કેન્દ્રોનાં પરિણામમાં ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોંકાવનારો તફાવત જોવા મળ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૨માં પડધરીના રૂપાવટી પરીક્ષા કેન્દ્રનું સમગ્ર રાજયમાં સૌથી ઉંચુ ૯૪.૮૦ ટકા પરિણામ જાહેરથયું હતું. તેનું માર્ચ – ૨૦૨૩ માં ૮૬.૯૭ ટકા પરિણામ આવ્યું હતું. જયારે આંબરડી કેન્દ્રમાં સૌથી વધુ ૨૦.૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પોરબંદરમાં મહિયારી કેન્દ્રમાં ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ૪૦.૧૫ ટકા જૂનાગઢ જિલ્લામાં મેંદરડા કેન્દ્રનાં પરિણામમાં ૨૪ ટકાનો કોડિનાર કેન્દ્રમાં ૧૬.૯૫ ટકાનો તેમજ અમરેલી જિલ્લાનાં બાઢડા કેન્દ્રમાં ૩૧.૭૯ ટકા, મોટા આંકડીયાનાં પરિણામમાં ૨૭.૪૬ ટકા અને કરિયાણા કેન્દ્રમાં ૨૪.૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.