રાજકોટ:બોગસ ચલણી નોટ ધાબડવાનું યથાવત્;નાગરિક સહકારી બેંકમાં રૂ.૫૦૦ના દરની કુલ ૧૦૦૪ નકલી નોટ મળી

0
7924

બે દિવસ પહેલા જ એક્સિસ બેંકમાં નાણા જમા કરાવવા આવેલા ધારક પાસેથી રૂ.૫૦૦ના દરની ૨૬ ચલણી નોટ નકલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાં વધુ એક વખત રૂ.૫૦૦ના દરની બોગસ ચલણી નોટ ભરણામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની કેવડાવાડી બ્રાંચના મેનેજર નિરજભાઇ હરકિશનભાઇ વૈઠાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૩૧ની બપોરે પોતે બેંક પર હતા ત્યારે કેશિયર હાર્દિકભાઇ પોતાની પાસે આવ્યા હતા અને પટેલ મેન્યુફેક્ચર નામની કંપનીના કરંટ એકાઉન્ટમાં પેઢીનો કર્મચારી દેવાંગ જે.કામલિયા રૂ.૫.૦૨ લાખ જમા કરાવવા આવ્યા છે. જેમાં રૂ.૫૦૦ના દરની કુલ ૧૦૦૪ નોટ છે.
જે પૈકી ૨૯ નોટ નકલી હોવાની વાત કરી હતી. જેથી પટેલ મેન્યુફેક્ચર કંપનીના નામથી કરંટ એકાઉન્ટ ધરાવતા નિલેશભાઇ મનસુખભાઇ ભાલાળાને આ અંગે જાણ કરી હતી. ત્યારે તેમને દેવાંગ કામલિયા તેમનો જ કર્મચારી છે અને પોતે બહારગામ હોય નાણા જમા કરાવવા તેને મોકલ્યો હોવાની વાત કરી હતી.
ગુરૂવારે નિલેશભાઇ ભાલાળા બેંક પર આવ્યા હતા અને અલગ અલગ વેપારીઓ પાસેથી આવેલી ઉઘરાણીના નાણા હોય નકલી નોટ અંગે જાણ ન હોવાનું જણાવ્યું હતુ. જેથી બનાવટી નોટના ફોર્મેટમાં નિલેશભાઇની સહી કરાવી બોગસ ચલણી નોટના નંબરની વિગતો સાથે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવટી ચલણી નોટની તપાસ એસઓજીને સોંપાઇ છે.