રાજકોટ: વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકે એસીડ પીધું

0
119

વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા વધુ એક યુવકે એસિડ પીધાની ઘટના સામે આવી છે. જેમાં ધરમનગર ક્વાર્ટર પાસે રવિ રેસિડેન્સીમાં રહેતા કપડાના વેપારી ૨૭ વર્ષીય ગોપાલ દિનેશ રાયચુરાએ એસીડ પી લીધું હતું. ગોપાલને અર્ધ બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી છે. ગોપાલ રાયચુરાએ ગઈકાલે સવારે ૮-૪૫ વાગ્યે પોતાના ઘેર એસીડ પી લીધુ હતું. પરિવારને જાણ થતાં તેને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ ગોપાલ કપડાની ફેરી કરે છે. ૧ ભાઈ ૧ બહેનમાં નાનો છે. તેણે કોઈ વ્યાજખોરો પાસેથી રૂ.૪ લાખ લીધા હતા. જેનું આરોપીઓ ૩૦% વ્યાજ વસુલતા હતા. જેથી ગોપાલ ઉપર દેણું થઈ જતાં તે તણાવમાં રહેતો હતો. આમ છતાં વ્યાજખોરો ધમકાવતા હતા. જે ત્રાસના કારણે ગોપાલે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, ગોપાલ અર્ધબેભાન હોવાથી તેણે કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા? કોણ ધમકાવતું હતું વગેરે બાબતે ગોપાલ ભાનમાં આવ્યો પોલીસ પૂછપરછ કરશે.