રાજકોટ: ગ્રીન ગુજરાતની ટીમે કરે છે વૃક્ષોનું વિના મુલ્યે વિતરણ

0
231

ગ્રીન ગુજરાત પ્રોજેક્ટ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં છોડવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે.આવો જ એક પ્રોજેક્ટ રાજકોટના ૮૦ ફૂટ રોડ, સગુન સર્કલ પાસે ગ્રીન ગુજરાતની ટીમ જે વિના મુલ્યે ત્યાંથી પસાર થતા લોકોને છોડવાઓનું વિતરણ કરી રહી છે. આ ટીમને રાજકોટના લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે .
તમને જણાવી દઈએ કે , ગ્રીન ગુજરાતની ટીમ એ આવું કાર્ય કરી રહ્યા છે કે તેઓ સોશિયલ એક્ટીવીટી કરી રહ્યા છે. જેઓ પોતાના પગારમાંથી જાહેર પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી કે પછી લોકોને તેઓ વિના મુલ્યે છોડવા વાવવા માટે આપે છે. આ છોડવા માટે તેઓ પોતાની કમાણીના ભાગ માંથી છોડ ખરીદીને લોકોને વિતરણ કરે છે.તેઓનો એક જ ઉદેશ્ય છે કે ગ્લોબલ વાર્મિંગની ઉદ્ભવી રહેલી સમસ્યાને અંકુશમાં લાવવા માટે તેઓ દિન-રાત કાર્યરત છે.
આપણે સૌ જાણીએ જ છીએ કે કોરોનાના સમયે લોકોને ઓક્સીજનની ઊણપ ઉભી થઇ હતી. લોકો ઓક્સીજન માટે તડપતા હતા. આ સમયે ધ્યાનમાં રાખી ગ્રીન ગુજરાતની ટીમે વિના મુલ્યે વૃક્ષોનું વિતરણ કરે છે.તેઓ એ રાજકોટ મિરરના માધ્યમ દ્વારા લોકોને વૃક્ષો વાવવા માટેનું સુચન આપ્યું છે.