રાજકોટ મનપા દ્વારા નવનિર્મિત ફૂલ બજાર થડા ના ડ્રો પ્રસંગ યોજાયો, 36 થડાની ડ્રોથી ફાળવણી

0
374

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ફૂલ બજાર થડા ના ડ્રો પ્રસંગ યોજાયો જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના વિવિધ અધિકારી તેમજ પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં રસ્તા પર બેસી ફેરિયાઓ ફૂલ વેચાણ કરે છે. ફૂલનું વેચાણ કરતા આ ફેરિયાઓને વેચાણ માટેની સુવિધા મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નવી ફ્લાવર માર્કેટમાં કુલ 83 થડાઓ બનાવવામાં આવેલ છે. આ થડાઓ હાલ રસ્તા પર બેસી ફ્લાવરનો ધંધો કરતા વેન્ડર્સને ફાળવવાનુ નક્કી કરાતા આજે મેયર ડો. પ્રદિપ ડવ અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓની ઉપસ્થિતમાં થડા ફાળવણી નંબર ડ્રો કરવામાં આવ્યો હતો. મેયર ડો. પ્રદિપ ડવએ તમામ લાભાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું

કે રસ્તા પર ધંધો કરતા ફૂલના વેપારીઓને ઠંડી, તડકો, વરસાદ વિગેરેની હાલાકીઓ ભોગવવી પડે છે જે ધ્યાને લઇ જરૂરી સુવિધા સાથે ફૂલ માર્કેટ બનાવામાં આવેલ છે. શહેરના રેકડી મારફત ઘંઘો કરતા વેપારીઓ માટે જુદા જુદા વિસ્તારમાં હોકર્સ ઝોન પણ બનાવવામાં આવેલ છે. આ પ્રકારે મનપા ફેરીયાઓની સતત ચિંતા કરી રહી છે. આ થડાઓ સોપ્યા બાદ રોડ પર બેસીને ફૂલનુ વેચાણ નહી કરવા મેયરે તાર્કીદ કરેલ હતી. આજરોજ સી કેટેગરીના 33 લાભાર્થીઓ અને બી કેટેગરી 3 મળી કુલ 36 લાભાર્થીઓને પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે ચિઠ્ઠી ખેચીને થડા નંબર ફાળવણી કરવામાં આવેલ છે.

આજના લાભાર્થીઓને આગળના થડાઓ આપવામાં આવે છે. તમામ કેટેગરીના થડા દીઠ પ્રતિ. ચો. ફુટના રૂ. 1059 સુખડીની રકમ ભરવાની થશે. આ પ્રસંગે શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ પુષ્કરભાઇ પટેલ, માર્કેટ ચેરમેન દેવુબેન જાદવ, ડે. કમિશનર એ. આર. સિંહ, સેક્રેટરી ડો. હરીશ રૂપારેલીઆ, આસી. કમિશનર એચ. કે. કગથરા, આસી. મેનેજર બી. એલ. કાથરોટીયા પી. એ. ટુ ચેરમેન હિમાંશુ મોલીયા તથા ફૂલ માર્કેટના લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.