રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષે રૂ.૨૬૬ કરોડથી વધુ  “ઓલ ટાઈમ હાઈ ટેક્ષ વસુલાત”

0
184

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષે રૂ.૨૬૬ કરોડથી વધુ  “ઓલ ટાઈમ હાઈ ટેક્ષ વસુલાત”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨મા આજે છેલ્લા દિવસે બપોર સુધીમાં ઓલ ટાઈમ હાઈ ટેક્સ વસૂલાતની રૂ. ૨૬૬ કરોડથી વધુ રકમ વસૂલ કરવામાં આવેલ છે. જે બદલ મેયર ડૉ. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા અને શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરદાતાઓનો આભાર વ્યક્ત કરેલ છે.
1.       સૌથી વધારે ટેક્ષ કલેકશન અત્યાર સુધીમાં રૂ.૨૬૬ કરોડ થયેલ છે તથા સાંજ સુધીમાં રૂ.૨૭૨ કરોડ થવાની ધારણા.
2.       અગાઉ વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૬૨.૭૮ કરોડ વસૂલાત થયેલ.
3.       આ વર્ષે સૌથી વધારે ૩,૦૯,૧૪૬ કરદાતાઓએ મિલકત વેરો ભરેલ છે જે એક રેકોર્ડ છે.
4.       વર્ષ ૨૦૧૬-૧૭ માં ૨,૯૨,૨૨૫ કરદાતાઓએ મિલકત વેરો ભરેલ એ વર્ષે નોટબંધી તથા વ્યાજમાફી યોજના હતી.
5.       ૧ લી જાન્યુઆરી થી રિકવરી સેલની રચના કરવામાં આવી.તા.૦૧-૦૧-૨૦૨૨ થી અત્યાર સુધીમાં રૂ.૮૮ કરોડ જેટલી વસૂલાત થઇ. ગયા વર્ષે આ જ સમયગાળામાં માત્ર રૂ.૩૯ કરોડની વસૂલાત થયેલ.
6.       રિકવરી સેલ દ્વારા ૮૧૧ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી. જે પૈકી ૫૬૫ મિલકતોની રકમ વસૂલ થઇ જતા સીલ ખોલી નાખવામાં આવ્યા.
7.       રિકવરી સેલ દ્વારા ૧૦ મિલકતોની હરાજી કરવામાં આવેલ જે પૈકી ૬ મિલકતોના માલિકોએ હરાજી પહેલા મિલકત વેરો ભરેલ.
8.       આખા વર્ષમાં કુલ ૫૬૫ ચેક રીટર્ન થયેલ જેની કુલ રકમ રૂ.૨.૩૫ કરોડ હતી. તે પૈકી ૪૮૪ મિલકત ધારકોએ રૂ.૨.૧૭ કરોડ રકમ ભરપાઈ કરેલ હતી. બાકી રહેલ ૮૧ મિલકત ધારકો સામે પોલીસ ફરિયાદ દાખલા કરવામાં આવેલ છે. આવા ચેકની કુલ રકમ ૧૮ લાખ થવા પામે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહીવટી પારદર્શીતા ઉપરાંત લોકોને ઝડપી અને સમય મર્યાદામાં સગવડ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે, આ માટે નાગરિકોને વિવિધ સેવાઓ સરળતાથી મળી રહે તે માટે જુદી જુદી સેવાઓને ઓનલાઈન કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓમાં જેવીકે મિલ્કતવેરો, પાણી-દર, વ્યવસાયવેરો, વાહનકર, કોમ્યુનિટી હોલ બુકિંગ, જુદી-જુદી રીક્રુટમેંટ (ભરતી), સ્પોર્ટસ યુટિલીટી, આવાસ યોજનાનાં હપ્તાઓનું કલેકશન જેવી સુવિધાઓનુ પેમેંટ  મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર વર્ષ  ૨૦૦૮ થી તેમજ મહાનગરપાલિકાની મોબાઈલ એપ ૨૦૧૬ થી પર ઓનલાઈન લેવામાં આવે છે . વર્ષ ૨૦૨૦-૨૧માં ભારત બીલ પે સીસ્ટમ સાથે ટાઈ-અપ કરવામાં આવેલ જેનાથી લોકોને (ક્રેડીટ/ડેબીટકાર્ડ/નેટ બેંકિંગ) ઉપરાંત અન્ય વોલેટ દ્વારા પણ પેમેંટની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. જ્યારે અન્ય મહાનગરપાલિકાઓ/સરકારી કચેરીઓ દ્વારા ઓનલાઈન પેમેંટની ચૂકવણી માટે વગેરે પર વધારાનો ચાર્જ ઉપભોકતાઓ પાસેથી વસૂલે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મિલ્કતવેરો, પાણીદર,વ્યવસાય વેરા જેવી સેવાઓના ઓનલાઈન પેમેન્ટ પર વેરાનાં 1 % અથવા ૫૦ /- રૂ.નું એ બન્ને માંથી જે વધારે હોય તે ડિસ્કાઉન્ટ રૂપે આપવામાં આવે છે.
સને ૨૦૧૮-૨૦૧૯ માં મહાનગરપાલિકા ઓનલાઈન કલેકશન ૧.૩૪ લાખ કરદાતાઓ દ્વારા કુલ ૪૪.૪૦ કરોડનું પેમેંટ તેમજ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦માં ૧.૩૩ લાખ કરદાતાઓ દ્વારા કુલ ૫૪.૧૨ કરોડનુ પેમેંટ ઓનલાઈન કરવામાં આવેલ. મહાનગરપાલિકાના વિવિધ પ્રોત્સાહક પગલાંઓને કારણે તેમજ વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં પ્રથમ વાર કુલ કરદાતાઓની સંખ્યા ૨ લાખથી વધારે થઈ. વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં કુલ ૨.૧૧ લાખ કરદાતાઓ દ્વારા કુલ ૮૧.૭૭ કરોડની રકમની ચૂકવણી ઓનલાઈન કરવામાં આવી.
ચાલુ વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન કલેકશનનો આંકડો ૧૦૦ કરોડથી વધુ થયેલ છે. ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ ૨.૧૮ લાખ કરદાતાઓ દ્વારા ૧૦૦.૦૩ કરોડના પેમેંટની ચુકવણી ઓનલાઈન કરવામાં આવેલ છે. જેમાં મિલ્કતવેરા/પાણીદર નાં કુલ ૮૩.૮૧ કરોડ, વ્યવસાય વેરાનાં ૧૦.૩૩ કરોડ, વાહનવેરાનાં ૨.૭૪ કરોડ, કોમ્યુનિટી હોલ બુકિંગનાં ૧.૬૦ કરોડ તેમજ અન્ય સુવિધાઓ નાં કુલ ૧.૫૫ કરોડ રૂ. નો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે શહેરીજનો દ્વારા તા. ૩૦ જૂન નાં રોજ સૌથી વધારે કુલ ૩.૫ કરોડ રૂ. એક જ દિવસમાં ઓનલાઈન ભરવામાં આવેલ છે. આમ, વર્ષ ૨૦૧૮-૧૯થી સરખામણીમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં ૨૨૫ % જેટલો વધારો થયેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ ટેકનોલોજીના ઉપયોગ વડે લોકો સરળતાથી ચૂકવણુ કરી શકે તે માટે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા RMC On WhatsAPP ChatBot લોંચ કરવામાં આવેલ છે તેમજ તેના દ્વારા નાગરિકોને બીલ મોકલવામાં આવશે તેમજ તેનું તેઓ ઓનલાઈન પેમેંટ કરી શકે અને પેમેંટ કર્યા બાદ લોકોને ચૂકવણાની રસીદ વોટ્સએપ પર જ સીધી મળી જાય તે રીતે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ પ્રકારનાં વિવિધ પગલાઓ દ્વારા લોકોની સુખાકારી વધે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.