રાજકોટ: વીજ મીટરમાં રિપેરિંગ કરતી વેળાએ પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત !

0
255

આજે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે રાજકોટમાંથી માઠા સમાચાર આવી રહ્યા છે .રાજકોટમાં આજે વધુ એક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં વીજ મીટરમાં રિપેરિંગ કરતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત થયાનું સામે આવ્યું છે.
રાજકોટ નજીક નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટી વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય લાલજીભાઈ મગનભાઈ ભડાણીયા ગઈકાલે સાંજે પોતાના ઘરે વીજ મીટરમાં વાયરિંગ સાથે રિપેરિંગ કામ કરતા હતા. ત્યારે તેઓ અચાનક બેભાન થઈ ઢળી જતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ પરિવારજનોને એમ થયું કે, લાલજીભાઈને વીજ કરંટ લાગ્યો છે. જેથી તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ત્યાં ઈમરજન્સી વોર્ડમાં હાજર તબીબે લાલજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. બાદમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. જેથી કુવાડવા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.જે બાદ પોસમોર્ટમ કરાવતા તેમાં હાર્ટ એટેકથી મોત થયાનું પીએમ રિપોર્ટ સામે આવ્યું છે.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા પોસમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, લાલજીભાઈનું વીજ કરંટ લાગવાથી નહીં, પરંતુ હાર્ટ એટેકથી મોત થયું છે. લાલજીભાઈ બે ભાઈમાં મોટા હતા અને તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દિકરી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.