રાજકોટ: Ph.Dની વિદ્યાર્થિનીનું યૌનશોષણ કરનાર પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીને કરાયા સસ્પેન્ડ!

0
164

રાજકોટની એમ.જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે Ph.D કરતી એક વિદ્યાર્થિનીએ ગાઈડ જ્યોતીન્દ્ર જાનીએ પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ સામે આવી હતી.Ph.Dની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે ડો. ભીમાણીએ યુજીસીના નિયમ મુજબ એક સામાજિક આગેવાન, એક વિદ્યાર્થી પ્રતિનિધિ અને યુનિવર્સિટીના અધિકારીની એક કમિટી બનાવી રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો.

સુત્રોચ્ચાર સાથે સસ્પેન્ડ કરવાની માગ
આ ઘટના બાદ રાજકોટ NSUI ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના યુવા આગેવાન દ્વારા કોલેજ ખાતે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોલેજના પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

કોલેજ મેનેજમેન્ટ સસ્પેન્ડનો નિર્ણય કર્યો

કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે 7 દિવસમાં પગલાં લેવા DRB હોમ સાયન્સ એન્ડ સ્વ. એમ.જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે. જેના આધારે આજરોજ ટ્રસ્ટીઓ દ્વારા મિટિંગ યોજી પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે પ્રોફેસરે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરીને કહ્યું કે, એક પક્ષીય રિપોર્ટ મારા કોલેજ મેનેજમેન્ટને કર્યો છે.