રાજકોટ: સાત વર્ષની બાળકી પરના દુષ્કર્મ કેસના ૮૬ વર્ષિય આરોપીને ડિસ્ટ્રીકટ કોર્ટે જામીન પર મુકત કરવા આપ્યો હુકમ

0
116

રાજકોટ શહેરમાં સાત વર્ષની બાળકી પરના દુષ્કર્મ કેસના ૮૬ વર્ષિય આરોપી વેલજી પીઠવાને જામીન પર મુકત કરવા ડિસ્ટ્રીકટ કોર્ટે હુકમ કર્યો છે. ગત તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ બાળકી પિતાની લારી પરથી પરત ઘરે માતા પાસે વાળ ઓળવવા જતી હતી. એ સમયે આરોપી વેલજી પીઠવાએ દાનત બગાડી ભોગ બનનાર બાળકીને લલચાવી ફોસલાવી પોતાના મકાનમાં બોલાવી દરવાજો બંધ કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી ભકિતનગર પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો તથા દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​બનાવને પગલે જેલમાં રહેલ આરોપીએ વકીલ મારફત ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ અદાલતનાં જામીન પર છૂટવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ ખોટી હકીકતવાળી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ જો આરોપીને વધુ સમય જેલમાં રાખવામાં આવે તો પ્રી-ટ્રાયલ પનીશમેન્ટનો ભોગ બનવુ પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે. માટે વિવિધ કોર્ટનાં ચુકાદાઓ અને દલીલો ધ્યાને લઈ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી વેલજી પીઠવાને જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.
​​​​​​​રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર વિસ્‍તારમાં રહેતા આરોપીએ ૧૯ ફેબ્રુઆરીના રોજ સાત વર્ષની એક બાળકીને પોતાના રૂમમાં ખેંચી લઇ દરવાજો બંધ કરી દૂષ્‍કર્મ આચર્યું હોવાનું બાળકીએ કહ્યું હતું. જેમાં બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે જે બન્‍યું તે પરિવારજનોને અને પોલીસને જણાવતાં વૃધ્‍ધ વિરુદ્ધ દૂષ્‍કર્મ, પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકી પોતાના પિતાની લારીએથી ઘરે વાળ સરખા કરાવવા માતા પાસે જઇ રહી હતી, ત્‍યારે વૃધ્‍ધની દાનત બગડી હતી અને બાળાને રૂમમાં ખેંચી લઇ દુષ્કર્મ આચર્યું હતું.
ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર ૭ વર્ષની બાળકીના પિતાની ફરિયાદને આધારે કોઠારીયા રોડ આનંદનગર બ્‍લોક નં. ૮માં ગ્રાઉન્‍ડ ફલોરમાં રહેતાં વેલજી પીઠવા (ઉ.વ.૮૬) વિરુદ્ધ આઇપીસી ૩૫૪ (ક), ૩૫૪ (ખ), ૩૪૨, ૩૭૬ (૧), ૩૭૬(કખ) તથા પોક્‍સોની કલમ ૪, ૧૦ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.