રાજકોટ: કાલાવડ રોડ અંડરબ્રિજ પર વાહનમાંથી ઓઈલ લીક થતા ટુ વ્હીલર ચાલકો નીચે પટકાતા થયા ઈજાગ્રસ્ત

0
380

રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ પર કોઈ વાહનમાંથી લીક થતા ઓઈલ ઢોળાયું હોવાની ઘટના સામે આવી છે. ઓઈલ લીક થતા કેટલાક ટુ વ્હીલર ચાલકો નીચે પટકાયા હતા. મોટાભાગના ટુ વ્હીલર ચાલકોને સામાન્ય ઈજા થઈ છે.
જ્યારે એક બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને રસ્તા પર ઢોળાયેલુ ઓઈલ દૂર કરાયું હતું.
તો આ અગાઉ અમદાવાદના પાલડીમાં ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ હતુ. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાની બની હતી. રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.