રાજુલા:૧૪ વર્ષથી નાસતો ફરતો આરોપીને રાજુલાથી સર્વેલન્સ ટીમે દબોચી લઈ બાબરા પોલીસના હવાલે કર્યો

0
3805

બાબરાના ઘુઘરાળા પાસેના ખોડીયાર મંદિરના મહંત પર હુમલો કરી ધાડપાડ પાડવાના ગુનાનો ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલાથી પોલીસે દબોચી લઈ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રાજુલા પો.સ્ટે. ના પી,આઈ જે.એન.પરમાર ની ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ જયેન્દ્રભાઇ સુરંગભાઇ બસીયા
તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ વિ. પોલીસ સ્ટાફ દ્રારા બાબરા પો.સ્ટે.ના ઇ.પી.કો. કલમ-૩૯૫, ૩૯૭, ૩૪૧, ૩૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતાં આરોપી સુરમલ ફુલ ભાઈ ઉર્ફે કરણા ડામોર (ડાંગરા) ઉંમર વર્ષ ૩૯ ધંધો મજૂરી રહે ગાંગરડા કાચલા ફળિયુ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ને રાજુલા મુકામેથી ચોકકસ બાતમી આધારે આરોપીને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવાં માટે બાબરા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
સને ૨૦૦૯ માં બાબરા તાલુકાના ઘુઘરાળા ગામથી વાવડી ગામ જવાના રસ્તે આવેલ ખોડીયાર મંદિરના મહંત ઉપર કોઇ અજાણ્યા છ ઇસમોએ બુકાની બાંધી કોદાળી, ધારીયા જેવાં મારક હથિયારોથી માથામાં તથા હાથમાં ગંભીર ઇજા કરી લુંટ અને ધાડનો બનાવને અંજાન આપેલ હતો.જે બાબતે બાબરા પો.સ્ટેમાં લુંટ,ધાડનો ગુન્હો નોંધાયેલ હતો.જે ગુન્હાની તપાસ દરમ્યાન પાંચ આરોપીઓને અટક કરેલ હતા.તેમજ સુરમલ આરોપી છેલ્લા ૧૪ વષેથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. પરંતુ કાયદા અને કાનૂન ના હાથ લાંબા ૧૪ વર્ષે ચોક્કસ બાતમીના આધારે રાજુલા થી ઝડપાયો હતો.