રાજકોટમાં દૈનિક દૂધના ઉત્પાદનમાં અંદાજે 20 લાખ લિટરનો ઘટાડો

0
83

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હીટવેવના કારણે રાજકોટ જિલ્લામાં દૂધના ઉત્પાદનમાં દૈનિક 30 ટકા જેટલો ઘટાડો થયો છે. રાજકોટ જિલ્લામાં 3,77,285 ગાય અને 2,69,056 ભેંસ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ચોપડે નોંધાયેલ છે અને તેમના દૈનિક દૂધ ઉત્પાદનમાં લગભગ 20 લાખ લિટરથી વધુનો ઘટાડો થતા પશુપાલકોની હાલત કફોડી બની છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ડો.નિલેશ જાકાસણિયા અને ગીર ગૌ જતન સંસ્થાના ફાઉન્ડર રમશેભાઇ રૂપારેલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ માસથી જ હીટવેવની અસર ચાલુ થઇ ગઇ છે અને એપ્રિલ માસમાં રેકોર્ડબ્રેક ગરમી પડ્યા બાદ મે માસમાં શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે.