RMC હસ્તકના સ્નાનાગાર તેમજ રમત ગમતની વિવિધ સુવિધાઓ માટે મેમ્બરશીપ મેળવવા 30 જૂનથી રજીસ્ટ્રેશન શરૂ

0
746

RMC હસ્તકના સ્નાનાગાર તેમજ રમત ગમતની વિવિધ સુવિધાઓ માટે મેમ્બરશીપ મેળવવા 30 જૂનથી રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ તથા સ્નાનાગારો ખાતે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ,શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ,શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.
ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનુ માસિક તથા ત્રીમાસિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૦/૦૬/૨૦૨૨ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.