રેપો રેટમાં 0.50% વધારો થતાં ઇએમઆઇ મોંઘા બનશે:લોન ધારકોએ ચૂકવવા પડશે વધુ પૈસા

0
103

 

રેપો રેટમાં 0.50% વધારો થતાં ઇએમઆઇ મોંઘા બનશે:લોન ધારકોએ ચૂકવવા પડશે વધુ પૈસા

બેંકો માં વ્યાજ દર વધારવાનો નિર્ણય કરવામાં આવતા ઘરની લોનના હપ્તા મોંઘા થઈ શકે છે આજે આરબીઆઈની ક્રેડિટ પોલીસીની જાહેરાત થતા તેમાં ફરી એક વખત રેપો રેટ અડધો ટકો વધારી દેવામાં આવતા તમામ ઈએમઆઈ હવે મોંઘા થશે અને લોન ધારકોને વધુ પૈસા ચૂકવવા પડશે

દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, શક્તિકાંત દાસે દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમિતિની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. RBI એ રેપો રેટમાં 0.50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.40 ટકા કર્યો છે. આનો અર્થ એ છે કે આના કારણે તમારી EMI નોંધપાત્ર રીતે વધશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સમયે વૈશ્વિકરણ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા માહોલની અસર ઉભરતા બજારો પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની બદલાતી પરિસ્થિતિઓથી ભારતીય અર્થતંત્ર પણ બાકાત નથી અને દેશમાં ફુગાવાની ચિંતા યથાવત છે. દેશના નિકાસ અને આયાત ડેટામાં ફેરફારની અસર ચાલુ ખાતાની ખાધની નિર્ધારિત મર્યાદામાં રહેવાની અપેક્ષા છે.

શક્તિકાંત દાસે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા આઈએમએફથી લઈને ઘણી સંસ્થાઓમાં ઝડપથી વૃદ્ધિ પામશે અને તે સૌથી ઝડપી ગતિએ વધશે તેવો અંદાજ

રેપો રેટ એ દર છે કે જેના પર RBI દ્વારા બેંકોને લોન આપવામાં આવે છે અને બેંકો આ લોનમાંથી ગ્રાહકોને લોન આપે છે. રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો RBI પાસેથી થાપણો પર વ્યાજ મેળવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકમાંથી અનેક પ્રકારની લોન મોંઘી થઈ જશે.