ગઈકાલે હાથ ધરાયેલ ઝુંબેશમાં મિલકતો સીલ અને 50 લાખની કરી આવક : કુલ કલેક્શન 352 કરોડે પહોંચ્યું
રાજકોટ તા. 7
રાજકોટના સર્વાંગી વિકાસ માટે અને શહેર ઉતરોતર પ્રગતિ કરે તે માટે હાલ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરની સૂચના ને ધ્યાને લઈ ગત વર્ષનું જે લોકોએ પોતાનો ટેક્સ ભર્યો ન હોય તેમના ઉપર પણ હવે આકરી કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી દેવામાં આવી છે. મહત્વનું એ છે કે 410 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે હજુ પણ બાકી રહેતા દિવસોમાં જેટલી વધુ વસૂલાત થાય તેટલું કરી લેવા મહાનગરપાલિકા મથામણ કરી રહી છે. હાલ 86 ટકા જેટલી રિકવરી થઈ ચૂકી છે ત્યારે બાકી રહેતી રકમ ને ઝડપભેર મેળવવા માટેના હાલ તમામ પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:
10-મિલક્તોને સીલ મારેલ તથા 6-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 1-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા 3-નળ કનેક્શન કપાત રીકવરી થયેલ. આજના દિન ની રીકવરી રૂૂા.50.04 લાખ.
વોર્ડ નં-3માં પરસાણા નગરમાં 1-યુનિટને સીલ કરવામાં આવ્યું જ્યારે જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ની સીલ કરાયું. જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ને પણ સીલ કરાઈ. બીજી તરફ જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 અને 2ને સીલ કરાયું.
વાત કરવામાં આવે વોર્ડ નં-4ની તો મોરબી રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.94,508 થઈ. એવીજ રીતે વોર્ડ નં-5માં કુવાડવા રોડ પર આવેલ 2-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.1.25 લાખનો ઙઉઈ ચેક આપવામાં આવ્યો. પેડક રોડ પર આવેલા 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.80,000 ની થઈ. જ્યારે રણછોડ નગરમાં 1-નળ કનેક્શન કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.63,036ની થઈ.
માર્કેટીગ યાર્ડ પાસે આવેલ 2-યુનિટને સીલ કરવામાં આવી. જ્યારે માર્કેટીગ યાર્ડ પાસે 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.59,600 થઈ. તો સામે વોર્ડ નં-7માં બંગડી બજારમાં આવેલ ‘વૈભવ કોમ્પ્લેક્ષ’માં ઓફીસ-નં 107 ને સીલ કરવામાં આવી. જ્યારે બંગડી બજારમાં આવેલ ‘વૈભવ કોમ્પ્લેક્ષ’માં ઓફીસ-નં 114 ને સીલ કરાઈ. વોર્ડ નં-14માં મીલપરામાં આવેલ વાણીજય ભવન ફોર્થ ફ્લોર શોપ નં-6 1 106 ના નોટીસ સામે રીકવરી રૂૂ.5.22 લાખ થઈ. બીજી તરફ વોર્ડ નંબર 15માં રામનગરમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.34,770 થઈ.
એટલું જ નહીં ગઈકાલ બપોર સુધીમાં કુલ 10 મિલકતોને સીલ કરવામાં આવી જ્યારે પાંચ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 50 લાખ રૂૂપિયાની રિકવરી થઈ અને કુલ રિકવરી નો આંકડો 352.60 કરોડે પહોંચ્યો
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.