કુલ બજેટ 3,112.28 કરોડ
150 કરોડથી વધુનો કરબોજ : 3112 કરોડનું નવા નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગમાં કર્યું રજૂ
રાજકોટ, તા. 31
કોઈપણ દેશ અને દુનિયા ની પ્રગતિ ત્યારે જ થાય કે જ્યારે તેમાં વસતા લોકોની પ્રગતિ અને તેમને આપવામાં આવતી સુખ સુવિધામાં ઉતરોતર વધારો થતો હોય ત્યારે વિકાસ પ્રક્રિયાને જો સમજવામાં આવે તો તેને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવતી હોય છે જેમાં પ્રથમ તબક્કો છે પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓનો માળખાગત વિકાસ ત્યારબાદ બીજા તબક્કામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ. જો આ કરવામાં કોઈ પણ દેશ અને દુનિયા એટલું જ નહીં કોઈ શહેર સક્ષમ બને તો જે તે શહેરનો પૂર્ણત: વિકાસ શક્ય બને છે. હાલ રાજકોટ બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટને એક અલગ જ સ્થાને લઈ જવા માટે એડવાન્સ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની તાતી જરૂૂરિયાત ઊભી થઈ છે એટલું જ નહીં આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે માટે હાલ રાજકોટ મહાનગરપાલિકા ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે અને લોકોને આપવામાં આવતી દરેક સેવાઓને ઝડપી બનાવવા અને સરળતાથી ઉપલબ્ધ બનાવવા ની દિશામાં કોચ કરવામાં આવી છે.
રાજકોટ શહેરનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે લોકોના જીવનમાં પ્રગતિ અને વિવિધ ક્ષેત્રે પ્રગતિની તકો ઊભી થાય તેમ જ તેમનામાં આનંદ ઉત્સાહ જળવાઈ રહે . નાગરિકોની સામાજિક અને વ્યક્તિગત સુખાકારી, પીવાનું પાણી, ખોરાક, રહેઠાણ, પરિવહન, આરોગ્ય અને શિક્ષણ જેવી સુખ-સુવિધાઓની ઉપલબ્ધતા તેમજ મજબૂત શહેરી અર્થતંત્ર પર્યાવરણની સલામતી અને સામાજિક સ્થિરતાની લાગણી તેમજ સંસ્કૃતિ અને આનંદ-પ્રમોદની સુવિધાઓ જેવા સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી આ માટે જરૂૂરી નીતિ, આયોજન અને આવશ્યકતા અનુસાર યોગ્ય અમલીકરણ કરવા રાજકોટ મહાનગરપાલિકા આગળ જપી રહી છે.રાજકોટ મહાનગરપાલિકા પાસેથી શહેરીજનોની અપેક્ષાઓ પણ સતત વધી રહી છે તેને નજર સમક્ષ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના અવિસ્ત આર્થિક સાહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાંકીય વર્ષ માટેના અંદાજપત્રમાં તૈયાર કરવામાં આવેલા રોડમેપ પર આગળ ધપી કઈંટઅઇઈંકઈંઝઢ ઈન્ડેક્સને ક્રમશ: ઉપર લઇ જવાના પ્રયાસો કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની વિકાસ પ્રક્રિયા માટે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની વિકાસલક્ષી વ્યૂહરચના અપનાવાની થતી હોય છે અને આગામી વર્ષ 2025-26માં પણ તેને અનુરૂૂપ વિકાસ પ્રકલ્પોના આયોજન પર ભાર મુક્યો છે. અત્રે તેની આછેરી ઝલક જોઈએ તો પીવાના પાણી, ડ્રેનેજ, રસ્તા, ઈ-ગવર્નન્સ, શહેરી પરિવહન, પર્યાવરણ, જાહેર સ્વચ્છતા, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સહિતના પરિબળોનો સમાવેશ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ 2025-26 નું રૂૂ. 3112.28 કરોડનું બજેટ તૈયાર કર્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ સ્ટેન્ડિંગ સમક્ષ રજુ કરવામાં આવ્યુ છે તેનું હવે અવલોકન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ વર્ષે પણ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને મિલકત વેરામાં 25% સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે જ્યારે ફાયર ટેક્સ ની નવી એન્ટ્રી શહેરીજનો ઉપર આઘાત રૂૂપ સાબિત થાય તો નવાઈ નહીં.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં મેટ્રોસિટી જેવી સુવિધા આપવી એ હાલ તંત્ર માટે સૌથી મોટો પડકાર છે ત્યારે આ પડકારને પહોંચી વળવા માટે નાણાંની પણ એટલી જ આવશ્યક છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ભૂમિકા વધુને વધુ વ્યાપક બની રહી છે અને જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના સર્વ સમાવેશી વિકાસના નિર્ધારિત લક્ષ્યાંકને સિદ્ધ કરવાના પડકાર માટે મહાનગરપાલિકા યોગ્ય વ્યવસ્થા ઉભી કરશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. રાજકોટ માટે જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે તેમાં ગત વર્ષની સરખામણીમાં 300 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું હોય તેવું હાલ ચિત્ર સામે આવ્યું છે. ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાને 440 કરોડની આવક થાય તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે .
મિલકતવેરો વધારવા દરખાસ્ત
મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં શેરીજનો ઉપર 150 કરોડનો નવો કરબોજો લાદવામાં આવ્યો છે એટલું જ નહીં ફરી વખત મિલકત વેરામાં 25% જેવો વધારો પણ સૂચવવામાં આવ્યો છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જો આ મિલકત વેરો વધશે તો મહાનગરપાલિકાને 40 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે.
ગાર્બેજ કલેક્શનમાં અનેક ગણો વધારો
સ્વચ્છ રાજકોટ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે સૌથી વધુ ખર્ચ સોલિડ-વેસ્ટ ઉપર કરવામાં આવશે અને તે ખૂબ જરૂૂરી અને આવશ્યક પણ છે અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવતું હતું પરંતુ આ ઝુંબેશને હવે વધુ તીવ્ર બનાવવા માટે ડ્રાફ્ટ બજેટમાં જે વધારો કરવામાં આવ્યો છે તે જાણે અસહ્ય હોય તો નવાઈ નહીં કારણ કે હાલ રહેણાંકને મિલકતો માં 365 રૂૂપિયા તથા બીન રહેણાંક મિલકતો માટે 1430 વાર્ષિક ચાર્જ લેવામાં આવી રહ્યો છે જેમાં 400% જેટલો વધારો જીકી રહેણાંક મિલકતો માટે 1460 તથા બીન રહેણાંક મિલકતો માટે 2920 સૂચવવામાં આવ્યા છે જેનાથી મહાનગરપાલિકાને આશરે 55 કરોડની આવક વધુ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
પ્રથમ વખત ફાયર ટેક્સની અમલવારી થવાની સંભાવના
મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં ચાલુ કરવેરામાં વધારો સૂચવવામાં આવ્યો છે પરંતુ અત્યાર સુધી લેવામાં ન આવતા ફાયર ટેક્સની એન્ટ્રી પણ કરવામાં આવી છે ત્યારે બજેટમાં સૂચવવામાં આવેલ દરખાસ્ત મુજબ રહેણાંક મિલકતો માટે પ્રતિચોરસ મીટર રૂૂપિયા 15 અને બિન રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂૂપિયા 25 વસૂલવામાં આવશે જેને પરિણામ સ્વરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાને આશરે 55 કરોડની વધુ આવક થવાની શક્યતા હાલ વ્યક્ત થઈ રહી છે.
વોર્ડ વાઇઝ આવાસની કરવામાં આવશે ફાળવણી
ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ વર્ષે વોર્ડ વાઈફ આવાસ ની ફાળવણી કરવામાં આવશે જેના માટે એક વ્યવસ્થિત અને કહેવાય કે ડેડીકેટેડ ટીમ ઊભી કરાશે જે દરેક વોર્ડમાં ક્યા લાભાર્થીને આવાસની જરૂૂરિયાત છે તે ની ખરાઈ કરશો ને તે મુજબ આવાસ ફાળવણીમાટે કાર્ય કરશે. મહત્વનું એ છે કે હાલ જે પેન્ડિંગ પડેલા એટલે કે ખાલી પડેલા આવાસો છે તેને પણ ભરવામાં આવશે પરંતુ નવા વર્ષથી વોર્ડ વાઇઝ આવાસની ફાળવણી થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લીવેબલ રાજકોટ થીમ પર રજૂ કરાયું બજેટ
લીવેબલ રાજકોટ થીમ પર રજૂ કરવામાં આવ્યું બજેટ જેની પાછળનું સૌથી મોટું અને મહત્વનું કારણ એ છે કે રાજકોટ વૈશ્વિક ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઉભી કરે એટલું જ નહીં રાજકોટના લોકો ને યોગ્ય સુખ સુવિધાઓ મળી રહે સારું સ્વાસ્થ્ય મળી રહે અને લીવેબિલિટી ઇન્ડેક્સમાં હાલ રાજકોટ 20 મા ક્રમે છે તે એક થી પાંચમાં આવે તે માટેની વિશેષ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
રૂૂપિયો ક્યાંથી આવશે
હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે સૂચિત એટલે કે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું તેમાં કુલ 3112 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે જેની સામે રૂૂપિયો ક્યાંથી આવશે એ ખૂબ જરૂૂરી અને મહત્વનું માનવામાં આવે છે ત્યારે મહેસુલી આવક કુલ 39% એટલે કે કહી શકાય કે 1208 કરોડ રૂૂપિયા જેટલી થવાની ધારણા હાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જ્યારે સૌથી વધારે મૂડી આવક આશરે 56 ટકા થવાનો નિર્ધાર કર્યો છે જે મારફતે કુલ રૂૂપિયા 1750 કરોડની આવક થવાની ધારણા મહાનગરપાલિકાએ કરી છે જ્યારે બાકી રહેતી પાંચ ટકા આવક કે જે રકમ 147.45 કરોડ જેટલી થાય છે તેની પણ ધારણા હાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આમ કુલ સૂચિત બજેટ માંથી 3105 કરોડ રૂૂપિયાની આવક મહાનગરપાલિકાને થાય તેવી હાલ પ્રાથમિક દ્રષ્ટિએ મહાનગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે.
રૂૂપિયો ક્યા ખર્ચાશે
મહાનગરપાલિકા દ્વારા આજે જે સૂચિત બજેટ રજૂ કરવામાં આવ્યું તેનું કદ 3112 કરોડનું છે જેમાં સર્વાધિક 56 ટકા ખર્ચ એટલે કે કહી શકાય કે 1736 કરોડ રૂૂપિયા મૂડી ખર્ચ પાછળ ખર્ચ્યા છે ત્યારબાદ 38% એટલે કે આશરે 1203 કરોડ રૂૂપિયા મહેસૂલી ખર્ચ પાછળ ખર્ચવામાં આવશે. તેવી જ રીતે પાંચ ટકા એટલે કે અનામત જાવક કુલ 147.45 કરોડ રૂૂપિયા હાલ નિર્ધારિત કરવામાં આવી છે જ્યારે હપ્તા પરત ચુકવણી અંતર્ગત એક ટકો એટલે કે 25 કરોડ રૂૂપિયા ખર્ચવામાં આવે તેવો અંદાજ હાલ મહાનગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
છેલ્લા 15 દિવસ મેં સંપૂર્ણ બજેટ માટે જ ફાળવ્યા : તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકાના વિકાસ અને તેના બજેટને યોગ્ય અને લોકઉપયોગી બનાવવા માટે છેલ્લા 15 દિવસથી સંપૂર્ણપણે બજેટ માટે જ કામગીરી કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું એટલું જ નહીં તેઓએ વર્ણવ્યું હતું કે તેઓ મૂળ રાજકોટના જ છે જેથી રાજકોટના લોકોને યોગ્ય સુખ સુવિધાઓ મળતી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
શહેરમાં એશિયાટિક લાયન સફારીની મળી મંજૂરી
પ્રથમ વખત એવી ઘટના ઘટી કે જ્યારે કેન્દ્ર તરફથી રાજકોટ શહેરમાં એશિયાટિક લાયન સફારી માટેની મંજૂરી મળી હોય આ માટે હાલ જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં એશિયાટિક લાયન સફારી આવતાની સાથે જ રાજકોટ ની એક અલગ જ ઓળખ ઊભી થશે જે માટે મહાનગરપાલિકા દ્વારા દરેક સંભવત પ્રયત્નો કરવામાં આવશે. આ માટે કુલ 43.15 કરોડના ખર્ચે જુદા જુદા કામો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 30 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ જુઓ ઓથોરિટી નવી દિલ્હી પાસેથી મંજૂરી મળી છે. એટલું જ નહીં સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઈટ સેટર તથા પાણીના ફોન્ટ પણ બનાવવામાં આવશે એટલું જ નહીં પાર્કની અંદર વોચ ટાવર અને જુદા જુદા ઇન્ટર્નલ રોડ પણ બનાવવામાં આવશે.
બજેટ ઈમ્પ્લીમેન્ટેશન મોનિટરિંગ યુનિટની કરાશે સ્થાપના
દર વર્ષે એવું થતું હતું કે બજેટ રજૂ થાય અને આખા વર્ષમાં શું કામગીર કરવામાં આવી હોય તેનો કોઈ અંદાજ ન હોય ત્યારે આ વર્ષથી એવું ન થાય તે માટે બજેટમાં ખાસ બજેટ ઈમ્પલિમેન્ટેશન મોનિટરિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે જેમાં ખોદ આ યુનિટ દ્વારા દર મહિને બજેટમાં જે પ્રવિધાન કરવામાં આવ્યા છે. તેમાં કેટલા અંશે પ્રગતિ થઈ છે તેનું અવલોકન ખુદ મ્યુનિસિપલ કમિશનર હસ્તક કરવામાં આવશે અને તે માટેનો દર મહિનાનો રિપોર્ટ પણ તૈયાર કરાશે.
બજેટમાં ત્રીજો સૌથી મોટો ખર્ચ વોટર વર્કસ માટે
લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બને તે માટે આ વર્ષે બજેટમાં સૌથી વધુ ખર્ચ વોટર વર્કસ પાછળ કરવામાં આવશે કારણ કે ઘણી ખરી વખત એવી ફરિયાદો ઉઠી રહી છે કે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી જેના કારણે સ્થાનિકોએ ઘણી હેરાનગતિ વેઠવી પડે છે પરંતુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને સૂચિત બજેટમાં ત્રીજો સૌથી મોટો ખર્ચ વોટર વર્ક માટે કરવામાં આવ્યો છે..
હિરાસર એરપોર્ટ પર બસ સેવા શરૂૂ કરવા વિચારણા
રાજકોટ શહેર થી હિરાસર જવા માટે ખાસ પ્રકારની બસ સેવા શરૂૂ કરવા માટેની વિચારણા પણ સૂચિત બજેટમાં રજુ કરવામાં આવી છે જે માટે એક વિશેષ એપ્લિકેશન ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો હજુ સુધી કોઈ અંદાજો આવ્યો નથી પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે અત્યારે જે પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે જો આ સિસ્ટમ અમલી બને તો સરળતાથી લોકો હિરાસર એરપોર્ટ પહોંચી શકશે.
સોલિડ વેસ્ટ માટે કેન્દ્ર તરફથી રાજકોટને મળશે 135 કરોડની ગ્રાન્ટ
સોલિડ વેસ્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને 135 કરોડની ગ્રાન્ટ મળવા માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે આ ગ્રાન્ટ ત્યારે જ મળી શકે કે જ્યારે કોઈ પણ શહેર સોલિડ વેસ્ટ માં ઉત્કૃષ્ટ કામગીરી કરતું હોય ત્યારે રાજકોટને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને કચરા મુક્ત વધુ ખર્ચ પણ કરવામાં આવશે તો ને તો જ કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને 135 કરોડની ગ્રાન્ટ મળી શકશે..
પારડી રોડ પર બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
માત્ર ભણતર જ નહીં પરંતુ નવ યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય ઉજાગર કરે તે માટે પારડી રોડ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે જેમાં કોમ્બેટ ફાઈટિંગ ની સાતો સાત આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્કેટિંગ રિંગ પણ ઊભી કરાશે જેના પર ખાસ પ્રકારની ટુર્નામેન્ટ પણ યોજાઈ શકે હાલ આ માટેની પણ વ્યવસ્થા મહાનગરપાલિકાએ સૂચિત બજેટમાં ઉમેરી છે.