રોહીત શર્માએ ભારતીય ટીમના ભલા માટે ઘરે બેસવું યોગ્ય!

0
275

અજય જાડેજાના તોફાની નિવેદને મચાવી સનસનાટી
નવીદિલ્હી: ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામે ઢાકામાં 22 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. જણાવી દઈએ કે અંગૂઠાની ઈજાના કારણે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો અને તેની ગેરહાજરીમાં રમી રહેલા ઓપનર શુભમન ગીલે શાનદાર સદી ફટકારતા 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શુભમન ગિલના પ્રદર્શને રોહિત શર્મા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. જો રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે તો દોષ શુભમન ગિલ પર આવશે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પર જ સવાલ ઉઠશે કે તેણે પોતાના સ્વાર્થ માટે શાનદાર પ્રદર્શન કરનાર બેટ્સમેનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ રોહિત શર્માને લઈને પોતાના એક નિવેદનથી તોફાન મચાવી દીધું છે. આ દિગ્ગજ ખેલાડીએ રોહિત શર્મા પર પોતાના નિવેદનથી સનસનાટી મચાવી દીધી હતી. અજય જાડેજાનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાના ભલા માટે હવે રોહિત શર્માએ ઘરે બેસી જવું જોઈએ. અજય જાડેજાએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર વાતચીત દરમિયાન કહ્યું, ’ટીમ ઈન્ડિયાના સારા માટે રોહિત શર્માએ હવે ઘરે બેસી જવું જોઈએ. જો કોઈ ક્રિકેટરના હાથમાં ઈજા થાય છે તો તે 10 દિવસ સુધી બેટ પણ પકડી શકતો નથી. ક્રિકેટરના હાથની ઈજાને ઠીક થવામાં 10 થી 15 દિવસનો સમય લાગે છે. એટલા માટે હું ભલામણ કરું છું કે ટીમ ઈન્ડિયાની સુધારણા માટે રોહિત શર્મા ઘરે બેસી રહે.