સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિતે રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન

0
604

સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિતે રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન

અખંડ ભારતના શિલ્પી અને રાજપુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રી ય એકતા દિવસ નિમિતે રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીનુંઆયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપીહતી.

રાષ્ટ્રની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાદિવસની દર વર્ષે ઉજવણી થાય છે. આ વર્ષે સમગ્ર દેશમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતઅને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ હેઠળ રન ફોર યુનિટીકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયેરાજકોટ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડથીબહુમાળી ભવન સુધી રન ફોર યુનિટીયોજાઈ હતી.

આ તકે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ,હોદેદારો, અધિકારીઓ અને નગરજનોને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અનેપોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાંપોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગ ટીચરો, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા.