દુઃખદ સમાચાર : બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન

0
359

બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું લખનૌમાં નિધન થયું છે. મળતી માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું અને 03 ઓગસ્ટની સાંજે લખનૌમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, મિથિલેશ ચતુર્વેદીને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેઓ સાજા પણ થઈ ગયા હતા, પરંતુ તરત જ તેમને તેમના વતન ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેણે ફિઝા, કોઈ મિલ ગયા, ક્રેઝી 4 અને રેડી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.