SEBIના પૂર્વ અધ્યક્ષ માધબીપુરી બૂચ પર થશે FIR

નવીદિલ્હી, તા. 2
મુંબઈની એક વિશેષ અદાલતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) ને સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન માટે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈ સ્થિત સ્પેશિયલ એસીબી કોર્ટના જજ શશિકાંત એકનાથરાવ બાંગરે શનિવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ તપાસની જરૂૂર છે. કોર્ટે કહ્યું કે તે તપાસ પર નજર રાખશે અને 30 દિવસની અંદર કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગશે. કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે આરોપો કોગ્નિઝેબલ ગુનો દર્શાવે છે, જેના માટે તપાસ જરૂૂરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિષ્ક્રિયતાને કારણે ઈઙિઈ (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂૂર છે.કથિત ગુનાઓની તપાસની માંગ કરી હતી, જેમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી, નિયમનકારી ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સેબીના અધિકારીઓ તેમની વૈધાનિક ફરજમાં નિષ્ફળ ગયા હતા, બજારની હેરફેરને પ્રોત્સાહન આપ્યું હતું અને નિયત ધારાધોરણોને પૂર્ણ કરતી ન હોય તેવી કંપનીના લિસ્ટિંગને મંજૂરી આપીને કોર્પોરેટ છેતરપિંડીનો માર્ગ ખોલ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન અને સંબંધિત નિયમનકારી સંસ્થાઓનો ઘણી વખત સંપર્ક કરવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, રેકોર્ડ પરની સામગ્રીને ધ્યાનમાં લીધા પછી, ACB વર્લી મુંબઈ ઝોનને IPC, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, SEBI એક્ટ અને અન્ય લાગુ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. ભારતની પ્રથમ મહિલા સેબી ચીફ બુચ પર યુએસ સ્થિત રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા હિતોના સંઘર્ષનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ રાજકીય ખેંચતાણ વચ્ચે બુચે શુક્રવારે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
માધબી પુરી બુચે 2 માર્ચ, 2022 ના રોજ સેબીના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તે સેબીની પ્રથમ મહિલા ચેરપર્સન બની હતી અને ખાનગી ક્ષેત્રમાંથી આવનારી પ્રથમ વ્યક્તિ પણ હતી. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા તેમના પર અનેક ગંભીર ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ સમય સમય પર તેમના પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે તેમનો કાર્યકાળ પૂરો થયો. તેમના સ્થાને, ઓડિશા કેડરના 1987 બેચના IAS અધિકારી તુહિન કાંત પાંડેને સેબીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ અધ્યક્ષ સાથે અન્ય પાંચ અધિકારીઓ સામે કથિત શેર બજાર છેતરપિંડી અંગે મુંબઈની વિશેષ અદાલતે ફરિયાદ કરવા કર્યો નિર્દેશ

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:15 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm