ઈ-વ્હીકલ સીટી બનાવવા સમગ્ર દેશમાંથી ૯ શહેરોની પસંદગી: સુરતનો સમાવેશ

0
453

સુરત પાલિકા દ્વારા ઈ વ્હીકલ ને પ્રોત્સાહન આપવાની નીતિ બનાવાયા બાદ સુરતમાં ઈ વ્હીકલ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતના કુલ ઈ વ્હીકલ માંથી ૩ ટકા અને ગુજરાતના ઈ વ્હીકલ માંથી ૨૪ ટકા લેખે સુરતમાં ૩૩,૮૭૦ ઈ વ્હીકલ નોધાયા છે. ઈ-વ્હીકલ ને વધુ પ્રોત્સાહન મળે. હાલ કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા વિવિધ શહેરોને ઈ-વ્હીકલ સીટી બનાવવા માટે નો નિર્ણય કર્યો છે. સુરતમાં ઈ-વ્હીકલ ને પ્રોત્સાહન આપવા ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા ખાસ કમિટી બનાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કીંગ સ્થળે જ ઈ-વ્હીકલ ચાર્જ થાય તે માટે પોલ માઉન્ટેડ ચાર્જીંગ કોન્સેપ્ટ માટે પણ આયોજન થઈ રહ્યું છે. ઈ-વ્હીકલ સીટી બનાવવા સમગ્ર દેશમાંથી 9 શહેરોની પસંદગી: સુરત નો સમાવેશ કરાયો હોવાથી સુરત આ દિશામાં આગળ વધી રહી છે.
સુરત શહેરમા શહેરમાં વિવિધ સ્થળોએ લોકોને સરળતાથી ઈ-વ્હીકલ માટે ચાર્જિંગ ની સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે પાલિકાએ ક્રેડાઈને પણ બોલાવ્યા હતા અને શહેરમાં નવા પ્રોજેક્ટમાં ઈ-વ્હીકલ માટે કેવી રીતે ચાર્જિંગ નું પ્રોવિઝન કરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈ-વ્હીકલ ને પ્રોત્સાહન આપવા ચાર્જીંગ સ્ટેશન સ્થાપવા ખાસ કમિટી બનાવવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ, ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટ અને શહેર વિકાસ વિભાગની કમિટી દ્વારા ખાનગી સોસાયટી, પબ્લિક વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન માટે શું નિયમો હોવા જોઈએ તે માટે ગાઈડલાઈન બનાવવા માટે કવાયત થઈ રહી છે. આ ગાઈડલાઈનનું અમીલકરણ કેવી રીતે કરાવી શકાય અને તેમની મંજુરી કેવી રીતે આપવી તેનો નિર્ણય કરાશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ચેમ્બર ઓફ કોમર્સ, ટેક્સટાઈલ, ડાયમંડ, ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરર, બેંકો સાથે મળીને સેમીનાર કરવામાં આવશે.
શહેરમાં જ્યાં ટુ-વ્હીલર વધુ માત્રામાં પાર્ક થાય છે તે જ સ્થળ પર લોકો પોતાની ગાડી ચાર્જ કરી શકે તે માટે પોલ માઉન્ટેડ ચાર્જીંગ કોન્સેપ્ટ માટે વિચારણા કરવામાં આવી રહી છે. ઈ-વ્હીકલ ના વધતા જતા વ્યાપને જોતા રોજગારી વધશે તે નક્કી છે. જે માટે પાલિકા યુનિવર્સિટી સાથે મળીને સ્કીલ ટ્રેનીંગ આપવામાં આવશે. જેતી અહી જ લોકોને ઈ-વ્હીકલ ની ફેસીલીટી મળી રહે. જે માટે સુરત પાલિકા ટ્રેનિંગ આપશે.