વડાપ્રધાનના કાર્યક્રમને લઇને એસ.ટી બસો ફાળવવામાં આવતા રાજકોટ ડેપોમાં અનેક રૂટ કેન્સલ થયા:મુસાફરો પરેશાન

0
9716

વડાપ્રધાનના કાર્યક્રમને લઇને એસ.ટી બસો ફાળવવામાં આવતા રાજકોટ ડેપોમાં અનેક રૂટ કેન્સલ થયા:મુસાફરો પરેશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પાવાગઢ અને વડોદરાનાં સમારોહમાં રાજકોટ સહિત ગુજરાતભરના એસ.ટી. ડીવીઝનની એસ.ટી. બસો ફાળવવામાં આવતા અનેક ડેપોમાં રૂટો કપાતા મુસાફરો હેરાન થયા હતા જેમાં રાજકોટ ડેપોની 30 એસ.ટી. બસો ફાળવવામાં આવતા રાજકોટ ડેપોમાં એકસપ્રેસ અને લોકલ બસ રૂટો કેન્સલ થતા મુસાફરો હેરાન-પરેશાન થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાવાગઢ અને વડોદરામાં ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે જાહેરસભા માટે જનમેદની એકત્ર કરવા રાજકોટ એસ.ટી. ડેપોની 30 જેટલી એસ.ટી. બસો ફાળવવામાં આવતા રાજકોટ એસ.ટી. ડેપોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં મુસાફરો હેરાન પરેશાન થયા હતા.રાજકોટ એસ.ટી.ડેપોએ 30 જેટલી એસ.ટી.બસો ફાળવતા અમદાવાદ, બગસરા, ઉના, ભાવનગર એકસપ્રેસ રૂટો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોનાં 22થી વધુ એસ.ટી. બસ રૂટો કેન્સલ થતાં મુસાફરો રઝળ્યા હતા અને ખાનગી વાહનોમાં ના છુટકે મુસાફરી કરવી પડી હતી. ગ્રામ્ય વિસ્તારનાં લોકો એસ.ટી. બસ અનુકુળ હોય પણ રૂટ કેન્સલ થયાની જાણ થતા ડેપોમાં રઝળ્યા હતા.