શિરડી મંદિર બેન્ક માટે મુસીબતનું કારણ બની ગયું : કરોડોના સિક્કા થયા ભેગા

0
303

મહારાષ્ટ્રનું સૌથી સુપ્રસિદ્ધ અને દેશનું સૌથી અમિર શિરડી સાઈબાબાનુ મંદિર હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાઓથી પરેશાન થઈ રહ્યું છે અત્યારે હાલમાં એવી સ્થિતિ છે કે અહીં આ મંદિરમાં ભક્તો દ્વારા સિક્કાઓ એટલા ધરવામાં આવે છે કે ટ્રસ્ટ પાસે ચાર કરોડના સિક્કા ભેગા થઈ ગયા છે. આટલા સિક્કા રાખવા માટે બેંકમાં પણ જગ્યા નથી. શીરડી મંદિર પાસે ત્રણ કરોડથી ચાર કરોડ રૂપિયાના સિક્કાઓ પડ્યા છે જેને લેવા માટે બેંકો આ નકામી કરી રહી છે. તો વળી મંદિર નિયાસ ની નજીક તેને રાખવા માટે જગ્યા પણ ઓછી પડી રહી છે.

આપને જણાવી દઈએ શીરડી મંદિર શહેરની 13 રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા જમા કરાવે છે.મંદિરના કાર્યકારી સીઇઓ  જાધવના જણાવ્યા અનુસાર મંદિરમાં આવતા ભક્તો પોતાની શ્રદ્ધાના હિસાબે સાઈબાબા ને ચઢાવો ચડાવતા હોય છે.  જેનું અઠવાડિયામાં બે વખત કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. આ સમય જે ચઢાવો આવે છે એમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા સિક્કાઓ ચડવામાં આવતા હોય છે. શેરડી મંદિર અને બેંક આ બંને મુસીબતનું કારણ બની ગયું છે. હાલ બેંકમાં 11 કરોડ રૂપિયાના સિક્કા જમા છે. પણ હવે સિક્કા જમા કરવા માટે બેંકે પણ હાથ ઉંચા કરી દીધા છે. જે બિલ્ડીંગમાં આ બેંક સ્થાયી છે ત્યાં અન્ય વેપારીઓ પણ ડરેલા છે એમને લાગે છે કે સિક્કાના વજનથી એ બિલ્ડીંગનો ભાગ પડી ન જાય આ સિક્કા નું શું કરવું એ સૌથી મોટો સવાલ છે.