પત્રા ચાલ કૌભાંડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત આટલી તારીખ સુધી EDની કસ્ટડીમાં

0
1270

મુંબઈની વિશેષ અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા છે

મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય રાઉતને (Sanjay Raut) મુંબઈની પીએમએલએ કોર્ટમાં (PMLA Court) રજૂ કર્યો હતા. શિવસેના સાંસદ સંજય રાઉત પર પત્રા ચાલ કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ છે.

EDએ કોર્ટ પાસે સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સંજય રાઉતના રિમાન્ડ અંગે કોર્ટમાં સુનાવણી ચાલીહતી. બન્ને પક્ષની દલિલ બાદ કોર્ટે આગામી 4 ઓગસ્ટ સુધી સંજય રાઉતની કસ્ટડી ઈડીને સોપી છે