ગઈકાલે વિરપુરની હોટલો, ગેસ્ટહાઉસોમાં ફરી એક વાર સરપ્રાઈઝ ચેકીંગમાં ત્રણ ગેસ્ટ હાઉસ સામે એસઓજીની કાર્યવાહી

0
187

રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગઈકાલે વિરપુરની હોટલો, ગેસ્ટહાઉસોમાં ફરી એક વાર સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. જેમાં ત્રણ ગેસ્ટ હાઉસે પથિક એપમાં રજિસ્ટ્રેશન જ જાળવતા ત્રણેયના સંચાલકો સામે ગુના દાખલ થયા છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે હોટલોમાં ચેકીંગ કરવા સૂચના આપી હોય, રૂરલ એસઓજી પીઆઈ કે.બી. જાડેજાના માર્ગદર્શનમાં પીએસઆઈ બી.સી. મિયાત્રા, કે.એમ. ચાવડાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ ભગિરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડા, જયદીપસિંહ ચૌહાણ વગેરે સ્ટાફ વિરપુર વિસ્તારમાં હોટલો ગેસ્ટહાઉસના ચેકીંગમાં હતા.
ત્યારે વિરપુર મેઈન રોડ પર આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસના મેનેજર નિલેશભાઈ ધીરુભાઈ ગાજીપરા (પટેલ) (ઉ.વ. ૪૫, રહે. મેઈન રોડ, શ્રીજી ગેસ્ટ હાઉસ પાછળ , વિરપુર) અને હરિઓમ ગેસ્ટહાઉસના મેનેજર વિપુલભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.૨૧, રહે. ગોંડલ રોડ, પ્રશાંતભાઈની વાડીમાં, વિરપુર) તેમજ જાનકી ગેસ્ટહાઉસના સંચાલક બીપીનભાઈ ગાંડુંભાઈ સાવલીયા(પટેલ) (ઉ.વ. ૪૨, રહે. મેઈન રોડ, જાનકી ગેસ્ટ હાઉસ પાછળ, વિરપુર) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. આ હોટલ સંચાલકોએ પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ (પથિક) એપ્લિકેશનમાં તેમને ત્યાં રોકાયેલા મુસાફરની એન્ટ્રી ન કરી હોવાથી આ કાર્યવાહી કરાઈ હતી.