દાહોદના સાલિયા ગામે SOGએ ઝડપ્યું 1 કરોડથી વધુના ગાંજાનું વાવેત્તર, સુરતમાં પાનના ગલ્લાની આડમાં ચાલતો ગાંજાનો વેપાર

0
1591

દાહોદના સાલિયા ગામેથી SOGએ એક કરોડ કરતા વધુના ગાંજાના વાવેતરને ઝડપી પાડ્યુ છે. શાકભાજીની આડમાં મસમોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થતુ હતુ. બેથી ત્રણ ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતુ. સાલીયાના કરોધ ફળીયામાંથી નરસિંહ ભાઈ પટેલ અને ગણપત ભાઈ પટેલ ના ખેતર માથી ગાંજો ઝડપાયો છે.

પોલીસે 1, 140 કીલો 340 ગ્રામનો એક કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે બન્ને ખેતરના માલીકને ઝડપી પાડયા.

સુરતમાં પાનના ગલ્લાની આડમાં ચાલતો ગાંજાનો વેપાર

સુરતમાં કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાના વેચાણનો ખુલાસો થયો છે અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનારા કરિયાણાના વેપારી અને પાનનો ગલ્લો ચલાવતી મહિલાની ધરપકડ થઈ છે.
સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી 4.86 લાખની કિંમતના ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં બાદ આ ઘટસ્ફોટ થયો છે. આ મામલે બે લસકાના ડાયમંડ નગર ખાતેથી એસઓજીએ કિશોર જસાણી અને અહલ્યા શાહુની ધરપકડ કરી છે.

આરોપીઓ દ્વારા ઓરિસ્સાથી કાલિયા ઉર્ફે રામ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવવામાં આવતો હતો. કાલિયા ઉર્ફે રામ નામનો શખ્સ મહિલાઓનો ઉપયોગ કરી ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરી કરતો હતો. જ્યાર બાદ ગાંજાનો મોટો જથ્થો કરિયાણાના વેપારી સહિત મેસ સંચાલક અને પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુને પહોંચાડતો હતો.

લસકાના ડાયમંડ નગર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિસ્સાવાલીઓ કામ કરતા હોય છે. તેવાં લોકોને ગાંજાનું વેચાણ કરવામાં આવતુ હતું. હજુ અન્ય માથાઓના નામો ખુલવાની શકયતા છે.