મારામારીના કેસમાં સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમાને 6 મહિનાની જેલ

0
302

સોમનાથ,
કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. માળિયા કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી
રહ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 2010ના મારામારીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યાં છે. 2010માં સાંસદ રાજેશ ચુડાસમાના નિકટના મનાતા મિત વૈદ્ય પર ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા તેમના અન્ય બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરાવાનો કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં વિમલ ચુડાસમાને આરોપી દર્શાવાયા હતાં.
સમગ્ર મામલે ધારાસભ્ય વિલમ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું તે વખતે નગરપાલિકામાં પ્રમુખ હતો અને બંને ફરિયાદીઓ ભાજપના નેતા હતા. અગાઉ તેમને ભાજપમાં જોડાવવાની ઓફર મળી હતી, અને કહેવાયું હતું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ તો કેસ પાછો ખેંચી લઈશું. જોકે મેં તે સ્વીકારી નહીં એટલે રાજકીય અદાવત રાખીને આ કેસ ચાલુ રાખવામાં આવ્યો.