સોમનાથ રેલ્વે સ્ટેશનને સોમનાથ મંદિર જેવુ રૂપ અપાશે : રેલવે વિભાગ

0
428

આજે શિવરાત્રીનું પર્વ છે. આ પર્વ પૂર્વે  સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ  રૂપ  ટ્વિટર પર શેર કર્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી ડિઝાઇન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઇટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે.

સ્ટેશન તૈયાર થવા પર મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ રેલ્વે સ્ટેશનને સોમનાથ મંદિર જેવુ જ દેખાય છે. સોમનાથ રેલ્વે સ્ટેશન પર વર્તમાન સમયમાં બે પ્લેટફૉર્મ જ છે અને આ કોઇ મોટા શહેર સાથે કનેક્ટ નથી. મોટા શહેરો સાથે જોડીને અહી ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે.

યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઇનેઝ, લિફ્ટ/એસ્કેલેટર/ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સુચારુ રૂપે થઇ શકશે. તે સાથે જ પરિવહનના અન્ય સાધનોની સતત કનેક્ટિવિટી માટે સ્કાઇવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે.