ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા આવ્યું:સમગ્ર રાજ્યમાં 85.78 ટકા સાથે રાજકોટ ટોપ પર

0
264

 

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા આવ્યું:સમગ્ર રાજ્યમાં 85.78 ટકા સાથે રાજકોટ ટોપ પર

કોરોનાના બે વર્ષના વિરામ બાદ ગયા વર્ષે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું હતું.ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે
જેમાં રાજકોટ જિલ્લો 85.78 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે જ્યારે દાહોદ જિલ્લો 40.19 ટકા સાથે છેલ્લા ક્રમે છે A1 ગ્રેડમાં 196 ઉમેદવારોનો સમાવેશ થાય છે જ્યારે A2 ગ્રેડ માં 3303 ઉમેદવારોનો સમાવેશ થાય છે.A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.38 ટકા છે જ્યારે B ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 68.68 ટકા છે.આ ઉપરાંત માધ્યમ અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.57 ટકા છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા છે.
140 કેન્દ્રો પૈકી લાઠી કેન્દ્ર સૌથી પ્રથમ 96.12 ટકા, જ્યારે સૌથી ઓછું પરિણામ વાળું કેન્દ્ર લીમખેડા 33.33 ટકા છેલ્લા ક્રમે છે.1,07,663 પરીક્ષાર્થી નોંધાયેલ હતા, જેમાંથી 1,06,347વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, જેમાંથી નિયમિત વિદ્યાર્થી 95,715 નોંધાયેલ હતા, તે પૈકી 95,361 ઉપસ્થિત રહ્યા, જે અંતર્ગત 68,681 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મળવાપાત્ર છે.100 ટકા પરિણામ ધરાવતી 64 શાળા છે જ્યારે 10 ટકાથી ઓછા પરિણામ વાળી 61 શાળા છે. આમ તો કોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી જેના કારણે હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ છે.મોટાભાગના માતા પિતાએ પણ કે કઈ પરિણામ આવ્યું છે તેનો સ્વીકાર કર્યો છે.રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને મો મીઠા કરાવ્યા હતા તો અમુક શાળાઓમાં ઢોલના તાલે રાસ ગરબા રમી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.