આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 તજજ્ઞો મારફત 75 સંસ્થાઓમાં સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ-2022નું આયોજન

0
115

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 તજજ્ઞો મારફત 75 સંસ્થાઓમાં સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ-2022નું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત વિજ્ઞાન ગુર્જરી મારફત સંસ્થા દ્વારા  75 તજજ્ઞો મારફત 75 સંસ્થાઓમાં સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ-2022 અંતર્ગત નિ:શુલ્ક કાર્યશાળાઓ યોજાઈ રહી છે. વિજ્ઞાન ગુર્જરી – રાજકોટ એકમ મારફત કાર્યશાળાઓની શૃંખલામાં એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ (એવીપીટીઆઈ) નાં છાત્રો માટે વિશિષ્ટ વિષય આઈડેન્ટીફાઈંગ પ્રોબ્લેમ્સ એન્ડ ઈનોવેટીવ સોલ્યુશન ઉપર પી.જી.વી.સી.એલ.નાં એમ.ડી. આઈ.એ.એસ. વરૂણકુમાર બરનવાલનાં વ્યાખ્યાનનું આયોજન કરાયેલ હતું. જેમાં 210 જેટલા છાત્રોએ વ્યાખ્યાનનો લાભ લઈ વરૂણકુમાર સાથે પ્રશ્નાવલી કરેલ હતી.