સુરત: હીરા ઉદ્યોગમાં મંદી મંદીને લઈ આવક ન થતાં બાઈક ચોરી કરતો યુવાન ઝડપાયો

0
1030

માણસના કરણ વગરના શોખ ક્યારેક માણસ પર જ ઉલટા પડતા હોય છે આવો જ કિસ્સો સુરતના હીરા ઘસતાં મજુર પર બન્યો.મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો રહેવાસી બહાદુર ઉર્ફે રણજીત રાવત ભાઈ ખોડાભાઈ બાઈક ચલાવવાનો શોખીન હતો.બાઈક ચલાવવાનો શોખ અને હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પોતાના મોજશોખ પૂરા કરવા માટે બાઈકની ચોરી કરતા યુવકને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા યુવકે અત્યાર સુધીમાં ત્રણ જેટલી બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
સુરતમાં બનતી ચોરીની ઘટના સામે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં સુરત પોલીસને જાણકારી મળી હતી કે હીરા ઉદ્યોગમાં નોકરી કરતો અને હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચડેલો રાવત ખોડાભાઈ હેરમા નામનો યુવક ચોરીની બાઈક સાથે ફરી રહ્યો હતો. જેના આધારે સુરત પોલીસે વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી પાસેથી આ યુવકની ધડ્પકડ કરી હતી .
કેટલી જગ્યાએથી બાઈક ચોર કરી હતી ?
મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો રહેવાસી બહાદુર ઉર્ફે રણજીત રાવત ભાઈ ખોડાભાઈ બાઈક ચલાવવાનો શોખીન હતો. જોકે, હીરા ઉદ્યોગમાં મજૂરી કામ દરમિયાન મંદીને લઈ આવક થતી નહોતી અને પોતાના શોખ માટે આ યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. ગયા વર્ષે એપ્રિલ માસમાં બપોરના સમયે વરાછા એલ એચ રોડ ઉપરથી એક ગાડી ચોરી કરી હતી. આ ઉપરાંત ૨૦૨૦ની સાલમાં સાવરકુંડલાના પીપળીયા સાહેબના દવાખાના પાસે પીએફ બાઈક ચોરી કરી હતી. જોકે આ સિવાય અન્ય એક બાઈક ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સામે આ યુવકે કરી હતી. યુવક પાસેથી પોલીસે ત્રણ જેટલા વાહનો કબ્જે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.